________________
* अथातो विद्युजिज्ञासा * ૧૪૪૪ ગ્રંથસર્જક સુરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ યોગબિન્દુમાં એક મહત્ત્વની વાત કરે છે.
तस्मात्सदैव धर्मार्थी, शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहान्धकारेऽस्मिन् शास्त्रालोकः प्रवर्तकः ।।२४।। शास्त्रे भक्तिर्जगद्वन्धैर्मुक्तेर्दूती परोदिता । अत्रैवेयमतो न्याय्या, तत्प्राप्त्यासन्नभावतः ।।२३० ।।
(ધર્મમાં અવિધિ કરવાથી મહા-અનર્થ થાય છે માટે સદા ધર્મી જીવ શાસ્ત્રમાં આદરવાળા હોય છે, કારણ મોહરૂપી અંધકારથી છવાયેલા આ જગતમાં પરલોક સાધવા શાસ્ત્ર જ એકમાત્ર પ્રકાશ છે. માટે તીર્થકરોએ શાસ્ત્રવિષયક ભક્તિને મુક્તિની દૂતી બતાવી છે. શાસ્ત્ર પ્રત્યે ભક્તિ હોય તો જ મુક્તિનો સમાગમ થાય, મુક્તિ નજીક આવે. જેની મુક્તિ દૂર હોય તે શાસ્ત્ર પ્રત્યે ભક્તિવાળો બની શકતો નથી.) કેવું સચોટ માર્ગદર્શન ! પરંતુ શાસ્ત્ર કરતાં વિજ્ઞાનને અને સ્વમતિને જ પ્રાધાન્ય અપાય તો જીવ ઉસૂત્ર પ્રરૂપણા કરીને અનંતકાળ ભવભ્રમણ કરે.
શ્રી બૃહત્કલ્પભાષ્ય (છેદ ગ્રંથ) માં કહ્યું જ છે ને કે, “સમયપરસમવે..... નુત્તો પવયસાર રહેવું ||ર૪૪' (સ્વ-પર શાસ્ત્રોનો જાણકાર હોય.... તે જ પ્રરૂપણા કરી શકે.) પણ આજે શું દશા છે ? સ્વપરના શાસ્ત્રને ઊંડાણથી જાણ્યા વિના પણ પ્રરૂપણા કરાય છે. જો ઉસૂત્રપ્રરૂપણાના દોષથી બચવું હોય તો કોઈ પણ નવી વિચારણા વિગેરે સમાચાર-પત્રો આદિના માધ્યમે જાહેરમાં મૂકતાં પૂર્વે વિદ્યમાન બહુશ્રુત સંવિગ્ન-ગીતાર્થ મહાપુરુષો પાસેથી તેઓશ્રીના અનિવાર્ય અભિપ્રાયો-અભિમતો મેળવીને પછી જ આગળ વધવું શું જરૂરી નથી ?
જૈનદર્શન ષડૂજીવનિકાયના એક ભેદ તરીકે તેઉકાયને પણ જીવરૂપે બતાવે છે. આ માટે શ્રી પન્નવણાસૂત્ર વિગેરે જેનાગમોમાં વિસ્તૃત વર્ણન છે. તેમજ તેના આધારે જ લોકહિતાર્થે મહાપુરુષોએ રચેલા પ્રકરણાદિ ગ્રંથોમાંના એક ગ્રંથ-શ્રી જીવવિચારમાં પણ તેઉકાયના ભેદો બતાવ્યા છે. ‘ડુંગતિ નત્તિ મુસ્કુર ઉર્વાસન વિષ્ણુનારૂ I mનિયા મેવા નાયબ્બા નિકળવુદ્ધિા દ્દ ' (અંગાર... વિદ્યુત વગેરે અગ્નિજીવોના ભેદો સૂક્ષ્મબુદ્ધિથી જાણવા) અહીં તેઉકાયના પ્રસંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org