________________
પન્નવણા-સૂત્રમાં સચિત્ત બતાવેલ આકાશની વીજળી પણ ઉર્જાનું એક સ્પંદન માત્ર જ છે ને? તો તેને પણ શું અચિત્ત ગણીશું ? અને જો તેમ ગણીએ તો આગમશાસ્ત્રનો અપલાપ નહીં થાય ? આવી તો અનેક વાતોની સ્પષ્ટતા આ પુસ્તિકામાં કરવામાં આવી છે. જુઓ પૃષ્ઠ.૫૩
વીજળી-વિદ્યુતને અચિત્ત જાહેર કરતાં પહેલાં શ્રી પન્નવણાસૂત્રનો આ પાઠ જોવા જેવો છે : “નઈ.. પૂરતમmિિા ને વાવ તUTRTI (પત્ર 9/9૭) ટીકા - સૂર્યાન્નમનિસ્કૃત: સૂર્યવિરકિર સંપર્ક સૂર્યાન્તિમર્થ: સમુપનીયતે,...” (સૂર્યકાન્તમણિને અચિત્ત એવા સૂર્યકિરણોનો સંપર્ક થાય ત્યારે તેમાંથી જે નીકળે છે તે સચિત્ત અગ્નિકાય છે.) નથી આ મણિ અગ્નિકાય કે નથી સૂર્યકિરણ પણ અગ્નિકાય. તોય બેના સંપર્ક માત્રથી અગ્નિકાય ઉત્પન્ન થાય છે. Solarcell, drycell, battery વિગેરેમાં પણ આ પ્રકારની જ પ્રક્રિયા થાય છે. માટે એનાથી ચાલતા સાધનો તેમજ માઈક, એ.સી., પંખા વિગેરે વીજ-સાધનોમાં પણ અગ્નિકાયની ઉત્પત્તિ-વિરાધના માનવી પડે અને તેનો ઉપયોગ સંયમી આત્માઓએ કરવો ન જ ઘટે.
(૪) “હવે પ્રશ્ન એ છે કે ભલે માઈક હોય, ભલે ઘડિયાળ હોય, આપણે તેને સચિત્ત માની શકીએ નહિ. આગમના આધારે તેમને સજીવ સિદ્ધ કરી શકાય નહિ.” ખરેખર આશ્ચર્ય થયું આ વાંચીને ! આ શ્રી મહાપ્રજ્ઞજીના આ શબ્દો ! ઉપરોક્ત પાઠ, પુસ્તિકામાં આપેલ સંખ્યાબંધ પાઠોના આધારે આપણે જાણીશું કે વિદ્યુત સજીવ સિદ્ધ કરી શકાય છે, સજીવ જ છે. પૃષ્ઠ-૪૦ થી ૪૦
આ તો થયું સંક્ષિપ્ત દિગ્દર્શનપરંતુ જૈન જગતના વિશિષ્ટ બહુશ્રુત મુનિરાજ શ્રી યશોવિજયજી મ.સા. પાસે જ્યારે આ શ્રી મહાપ્રજ્ઞજીનો લેખ આવ્યો ત્યારે તેમને લાગ્યું કે સમાજને આ ઉત્સુત્ર પ્રરૂપણાની અસરથી ઉગારવાનો પ્રયત્ન કરવો અતિ આવશ્યક છે. માટે પોતે મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા.ના ગહન ગ્રંથો ઉપર સંસ્કૃત ટીકા આલેખનના જટિલ કાર્યમાં લાંબા સમયથી મગ્ન હોવા છતાં લોકોપકારમતિએ ખૂબ મહેનત કરી અત્યલ્પ સમયમાં આ કૃતિનું કામ પાર પાડ્યું. સાથે સાથે સુદીર્ઘ સમયથી સળગતી સજીવતાની સમસ્યાનું સર્વાગી-સવિસ્તાર સમાધાન આપ્યું છે.
- આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીનો મુખ્ય મુદ્દો છે કે વાયુ વગર અગ્નિનું અસ્તિત્વ અશક્ય છે. માટે Bulb માં અગ્નિ અસંભવ ! આ વાતને પૃ.૧૯ થી ૨૭ ઉપર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સાવ નિરાધાર બનાવી દીધી છે. તે ઉપરાંત પૃ.૪૯ થી
–(6)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org