________________
ઈલેક્ટ્રીસીટીમાં આતપ નામ કર્મનો પણ ઉદય નથી. માટે ઉષ્ણ સ્પર્શનામ કર્મના ઉદયવાળા તેઉકાય જીવ તરીકે જ તેનો સ્વીકાર કરવો વ્યાજબી જણાય છે.
આ રીતે માણસને ભસ્મીભૂત કરતી ઈલેક્ટ્રીસીટી કાર્ય દ્વારા તેઉકાયના જ એક વિલક્ષણ પ્રકાર સ્વરૂપે સિદ્ધ થાય છે કે જે સામાન્ય સંયોગોમાં દૃશ્યમાન બનતી નથી. પરંતુ ઓઝોનના સંપર્કમાં આવતાં તીવ્રતમ ઈલેક્ટ્રીસીટીને વહન કરતા ખુલ્લા વાયરમાંથી ભૂરા રંગનો પ્રકાશ દેખાય જ છે કે જે ઘર્ષણજન્ય અગ્નિકાય જીવ જ છે. આ વાત હમણાં જ આપણે જોઈ ગયા છીએ. તેમજ High A.C. ઈલેક્ટ્રીસીટી જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા ટ્વીસ્ટેડ જાડા બે વાયરને એકદમ નજીક રાખવામાં આવે તો એક વાય૨માંથી તે ઈલેક્ટ્રીસીટી વીઝીબલ રેન્જમાં આવીને પ્રકાશ સ્વરૂપને ધારણ કરતી બીજા વાયરમાં ઝડપથી જતી જોવા પણ મળે જ છે. ટુંકમાં, ઈનવીઝીબલ રેન્જમાં રહેલી પ્રવહમાન ઈલેક્ટ્રીસીટી વીઝીબલ રેન્જમાં આવે તો સ્પાર્ક, જ્વાળા વગેરે સ્વરૂપે દેખાય છે જ.
જેમ અત્યંત ક્રેધી માણસ નાની-સુની બાબતમાં ભડકી ઉઠે છે તેમ અત્યંત તીવ્રતમ ઈલેક્ટ્રીસીટી સ્વરૂપ ધગધગતો તેઉકાય અત્યંત સંવેદનશીલ (Sensitive) હોવાથી જરા-તરા નાનું સરખું પણ નિમિત્ત મળે કે તરત જ ભડકો-આગ-પ્રકાશ-ઉષ્ણતા-દાહ
વગેરેને પ્રગટ કરવા દ્વારા પોતાનું તેઉકાયપણું જાહેર કરી જ દે છે. એક પ્રકારના અગ્નિકાય દ્વારા બીજા પ્રકારનો અગ્નિકાય જરા વારમાં જ પ્રગટી શકે છે- આ વાત તો જગજાહેર જ છે. યોગ્ય વાતાવરણ સંયોગ સાધન-સામગ્રી મળતાં જ અત્યંત ઝડપથી ઈલેક્ટ્રીસીટીમાંથી તણખા અને ભડકા ઉત્પન્ન થતા અનેક માણસોને અનુભવાય જ છે. શોર્ટ સરકીટથી મંડપ વગેરેમાં આગ લાગવાના કિસ્સાઓ પણ સુપ્રસિદ્ધ જ છે.
Jain Education International
૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org