________________
અને ઈંધણ મળે તો બહારમાં પણ પ્રકાશ-ભડકો-તણખા વગેરેને ઉત્પન્ન કરતા એવા અગ્નિની વાત આવે છે. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પિંડનિર્યુક્તિ (ગાથા-પ૯૨) ગ્રંથમાં અગ્નિકાય જીવના સાત પ્રકારો જણાવેલા છે. તેમાં વિધ્યાત (=સુષુપ્ત) અગ્નિ' નામે જે સૌથી પ્રથમ પ્રકાર બતાવેલ છે તેની ઓળખાણ પણ ઉપર જણાવેલ અગ્નિને પણ મળતી જ આવે છે. અંદરમાં સળગતો હોવા છતાં બહારથી તેના લક્ષણો પ્રગટપણે ન જણાવાથી જાણે બૂઝાઈ ગયેલો દેખાતો હોવાથી તે વિધ્યાત (=સુષુપ્ત) અગ્નિકાય જીવ કહેવાય. પણ યોગ્ય ઈંધણ-વાતાવરણ આદિ સામગ્રી મળે કે તરત તેમાંથી ભડકો ઉત્પન્ન થાય. તેવું લક્ષણ વાયરમાંથી પસાર થતી ઈલેકટ્રીસીટીમાં પણ જોવા મળે જ છે. તેથી પિંડનિયુક્તિ મુજબ વાયરમાં વહેતી વીજળીને પૂર્વોક્ત (પૃષ્ઠ ૪,૪૧) વિધ્યાત નામના સચિત્ત અગ્નિકાય જીવ સ્વરૂપે પણ સ્વીકારી શકાય છે. તે કાંઈ અંદરમાં બૂઝાઈ ગયેલ નથી. અંદરમાં ને અંદરમાં તે ભડભડ બળે છે જ. માટે તો તેને અડતાં જ ભયંકર દાહ થાય છે. શોર્ટ સરકીટ થતાં આગના ભડકા પણ પ્રગટે છે. બલ્બની અંદર ફિલામેન્ટમાં તે પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે.
સ્કુટર વગેરેના સ્પાર્કપ્લગમાં ઈલેકટ્રીસીટી તણખાને પણ ઉત્પન્ન કરે જ છે. સ્પાર્કપ્લગમાં એક વાયરના છેડેથી કુદકો મારતી-છલાંગ લગાવતી ઈલેકટ્રીસીટી સ્પષ્ટપણે તણખા સ્વરૂપે બીજા વાયરના છેડે જતી દેખાય છે જ. આ બાબત અત્યંત નિશ્ચિતપણે સિદ્ધ કરે છે કે ઈલેક્ટ્રીસીટી અગ્નિકાય જીવરૂપ જ છે.
High D.C./M.C. પાવર જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા વાયરના સીધા જ સંપર્કમાં જો જમીન ઉપર ઊભેલો માણસ થોડો સમય રહે તો તેની રાખ થઈ જાય છે. જો ઈલેક્ટ્રીસીટી તેઉકાય જીવ ન હોય તો તેનાથી માણસની રાખ કેવી રીતે થઈ શકે ? ઈલેક્ટ્રીસીટીને કાંઈ તેજોલેશ્યા તો માની ન જ શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org