________________
સંવાદમાં રાયપસેણીસૂત્રમાં પણ ‘ઙ્ગ ધંતે સમાળે સવ્વે નિપરિણ મતિ ? દંતા મતિ।' (સૂ.૬૭) આ પ્રમાણે અત્યંત તપેલા લોખંડના ગોળાને સંપૂર્ણતયા અગ્નિકાયથી પરિણત રૂપે જણાવેલ છે. ‘વાયુ વિના અગ્નિ સળગે નહિ' આ નિયમ મુજબ લોખંડના ગોળાના મધ્યભાગમાં વાયુનું અસ્તિત્વ સ્વીકારવું પડે તેમ જ છે. જેમ લોખંડના નક્કર ગોળાના છેક મધ્યભાગમાં વાયુ પ્રવેશી શકે છે તેમ બલ્બની અંદર પણ વાયુ પહોંચી શકે જ છે. આ બાબતને હજુ વિસ્તારથી આપણે આગળ (પૃ.૭૧) સમજીશું.
ૐ વિદ્યુતપ્રકાશ માત્ર ભાવસ્વરૂપ નથી- માઈકલ ફેડે
અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રહે કે વર્તમાન જગતના મોર્ડન સાયન્સની દૃષ્ટિએ ઊર્જારૂપે માન્ય એવી વીજળી કાંઈ કેવળ ભાવાત્મક વસ્તુ નથી પરંતુ દ્રવ્ય છે, પુદ્ગલ છે. ફોર્સફુલ ઈલેક્ટ્રૉનનો પ્રવાહ એ જ ઈલેક્ટ્રીસીટી છે. વેકયુમવાળા બલ્બની અંદર રહેલા ટંગસ્ટન વાયર સુધી બહારથી ફ્લો ઓફ ઈલેક્ટ્રૉન પહોંચે તો જ બલ્બ પ્રકાશે, લાઈટ ચાલુ થાય. કરોડો ઈલેક્ટ્રૉનોનો જથ્થો અંદર પહોંચે નહિ તો હકીકતમાં બલ્બ ચાલુ જ ન થઈ શકે.
હજુ વધુ સૂક્ષ્મતાથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો વિદ્યુત એ શક્તિ નથી પણ ‘ઈલેક્ટ્રીક ચાર્જ' છે. આ વ્યાખ્યા વિદ્યુતની શોધ કરનાર માઈકલ ફેરેડએ ઈ.સ. ૧૮૩૧માં આપી છે. દરેક પુદ્ગલ ઈલેક્ટ્રીક ચાર્જને વહન કરે છે. તેથી તેને દરેક પુદ્ગલનો સ્વભાવ કે ઘટક ગણી શકાય. Charge property of natter. જ્યારે અન્ય વૈજ્ઞાનિકો વિદ્યુતને શક્તિરૂપ- એનર્જી સ્વરૂપ માને છે. ઇલેક્ટ્રીસીટીને માત્ર એનર્જીસ્વરૂપ માનવામાં ઘણી મુશ્કેલી આવે છે. આનું કારણ એ છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ૧. પ્રસ્તુત વાત સાયન્સના સિદ્ધાન્ત મુજબ છે- તેમ સમજીને વાંચવું.
Jain Education International
१०
For Private & Personal Use Only
=
www.jainelibrary.org