________________
આગમાભ્યાસી તરીકે પ્રસિદ્ધ છે. માટે તેઓશ્રીએ કુતર્ક કર્યા નહિ હોય- આવું સમજીને તેઓશ્રીના વિચારોને આપણે જરા ચકાસણીની એરણે ચઢાવીએ. તે માટે અહીં મુખ્યતયા જૈનશાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી યુક્તિ દ્વારા અમે અમારા વિચારોને રજૂ કરીશું. પ્રાસંગિક રૂપે વિજ્ઞાનના સિદ્ધાન્તોની પણ વાત કરશું.
ભગવતી સૂત્રનો સંદર્ભ છે શ્રી ભગવતીસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “વાયુ વિના અગ્નિ સળગતો નથી.” અગ્નિને હંમેશા આંક્સિજન જોઈએ. વાયુ ન મળે, અગ્નિ ન સળગે. ઊર્જા તો હશે, પરંતુ અગ્નિ નહિ સળગે. જ્યાં વીજળીનો પ્રસંગ છે ત્યાં વેક્યુમ કરવું પડે છે. વાયુનું નિષ્કાસન જરૂરી છે ત્યાં. ત્યાં ઑક્સિજનનો સુયોગ સાંપડે તો તે આગનું રૂપ લઈ શકે છે. પરંતુ જ્યાં ઊજ છે ત્યાં અગ્નિ નથી.” ઈત્યાદિ બાબત તે લેખમાં આલેખિત કરવામાં આવેલ છે. તેમનો આશય એ છે કે બલ્બમાં વેક્યુમ કરેલ હોવાથી વાયુ નથી. માટે અગ્નિકાય જીવ ત્યાં ઉત્પન્ન થઈ ન શકે. એ બાબતમાં વિચાર એટલો જ કરવાનો છે કે જો બહારના વાયુને અંદર જવાની કોઈ શક્યતા ન હોય તો બહારની વીજળીને અંદર જવાનો માર્ગ ક્યાંથી મળ્યો? બલ્બની અંદર શૂન્યાવકાશ હોવા છતાં તેની અંદર તારના માધ્યમથી જો વીજળી જઈ શકે તો ત્યાં અગ્નિકાય જીવને ઉત્પન્ન થવામાં સહાયતા કરનાર તથાવિધ વાયુ જઈ શકે છે. તેવું માનવામાં વાંધો શું આવે?
પ્રસ્તુતમાં એક વાત ખાસ લક્ષમાં લેવા જેવી છે કે અત્યંત તપેલો લાલચોળ લોખંડનો ગોળો ચારેબાજુથી સંપૂર્ણપણે અગ્નિકાયથી પરિણમી જાય છે. અર્થાત્ તે ગોળામાં અંદરના મધ્યભાગમાં પણ અગ્નિકાય હોય જ છે. આ વાત પન્નવણાસૂત્રમાં નીચે મુજબ જણાવેલ છે.
___ 'अयोगोलो धंतो जाओ तत्ततवणिज्जसंकासो । सव्वो अगणिपरिणओ' (પદ-૧ સૂત્ર-૧૩૮) તે જ રીતે પ્રદેશ રાજા અને કેશીગણધરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org