________________
(૨) તે માટે શાસ્ત્રની આદરણીયતાને લક્ષગત કરશું.
(૩) ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશના સ્વરૂપની વિજ્ઞાન અને આગમ અનુસાર વિસ્તારથી વિચારણા કરશું.
(૪) અચિત્ત પ્રકાશના સ્વરૂપ, પ્રકાર અને કારણોની મીમાંસા કરશું.
(૫) દીવાના પ્રકાશ (ઉજેણી) અંગે શાસ્ત્રકારોના અભિપ્રાયને સમજીશું.
(૯) ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિમાં રહેલી મહાહિંસકતાને સમજીશું.
(૭) ઈલેક્ટ્રીક સાધનોના વપરાશમાં પણ સર્વત્ર વિરાધના નિર્વિવાદ છે. આ બાબતનો પણ વિચાર કરશું.
આટલા મુખ્ય સાત મુદ્દાઓ ક્રમસર સમજીશું. તથા પ્રાસંગિક અન્ય ઉપયોગી બાબતોનો પણ વિચાર કરશે. આ વાતનો વાચકવર્ગે ખ્યાલ રાખવો.
* તેઉકાયના લક્ષણ અને પ્રકારો છે સામાન્યથી દાહ, પ્રકાશ, ઉષ્ણતા વગેરે બાદર અગ્નિકાય જીવના લક્ષણ છે. એવું બૃહત્કલ્પભાષ્ય (ગા.ર૧૪૯), સૂયગડાંગસૂત્ર (૧/૧/૧/૭) વગેરેમાં બતાવેલ છે. તથા સળગતો અંગારો, રાખથી ઢાંકેલો સળગતો કોલસો, ધૂમાડાવાળો અગ્નિ, ધૂમાડા વિનાનો અગ્નિ, વાલાવાળો અગ્નિ, વાલા વિનાનો અગ્નિ, જ્યોત, પ્રકાશ, ઉલ્કા, સળગતું ઉંબાડીયું, વીજળી, અગ્નિકણ, સ્ફલિંગ-તણખો, ઈંટના ભઠ્ઠાનો અગ્નિ, કુંભારના નિભાડાનો અગ્નિ, અત્યંત તપેલા લાલચોળ લોખંડના ગોળાનો અગ્નિ, ચૂલાનો અગ્નિ, કાષ્ઠનો અગ્નિ, છાણનો અગ્નિ, સૂર્યકાન્તમણિ વગેરેમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ, ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ, રાખથી મિશ્રિત અગ્નિકણ, દીપકશિખા, અગ્નિની સાથે ન સંકળાયેલી જ્વાલા, શુદ્ધ અગ્નિ, નિધિન અગ્નિ,
3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org