________________
મોનોપોલી છે. આ બાબતની સિદ્ધિ માત્ર જૈન શાસ્ત્રથી જ અત્યાર સુધી થયેલ છે. મતલબ કે જીવ-અજીવ પદાર્થની સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રામાણિક જાણકારી મુખ્યતયા જૈનાગમથી જ મેળવી શકાય એમ છે.
છે આ મૂળ વાત છે પ્રસ્તુત માં વિષય છે- વિજળીના સાધનો જૈન સાધુ માટે વર્ય ગણાય કે નહિ ? ગુજરાત સમાચાર દૈનિકપત્રના માધ્યમે તા. ૯-૬-૨૦૦૨ના દિવસે ઉપરોક્ત વેડીંગવાળા લેખના માધ્યમથી તેરાપંથી આચાર્યશ્રી નથમલજીના ઉર્ફે મહાપ્રજ્ઞજીના વિચારો “જાયું છતાં અજાણ્યું” કોલમમાં પ્રસારિત થયા. “આ સંદર્ભમાં અન્ય વ્યક્તિ અને મહાનુભાવોના વિચારો જરૂર આલેખીશું. આ લેખનો અભ્યાસ કર્યા પછી જેમના મનમાં જાગતી શંકા કે સમસ્યા જરૂર જણાવે.” આ પ્રમાણે તે લેખમાં જણાવેલ છે. તથા તા. ૧૬-૬-૨૦૦૨ ગુજરાત સમાચાર પૂર્તિની તે જ કોલમમાં “માઈક કે ઘડિયાળને સચિત્ત માની શકાય નહીં !” આવા હેડીંગમાં મહાપ્રજ્ઞજીના વિચારો પુનઃ પ્રસારિત થયા. “આ વિષયમાં જેમના વિચારો અન્યથા કે ભિન્ન હોય તેઓ જરૂર એમની વિચારધારા લખી મોકલે આ મુજબ તે લેખની પંક્તિ જાહેર આહ્વાનને આડકતરી રીતે સૂચવે છે. તેથી વિદ્વાનો માટે આ પડકારનો વિષય છે. વિદ્વત્તાની પરીક્ષાનો અવસર છે. તર્કશક્તિ અને આગમશક્તિનો રૂડી પેરે સમન્વય કરવાનો આ પ્રસંગ છે. જો કે મારી મતિ તો ખૂબ અલ્પ છે. છતાં ‘અમે થથાશ િવતનીયમ્' આ ઉક્તિને લક્ષમાં રાખીને આ પવિત્ર કાર્યમાં શક્તિ મુજબ પ્રયત્ન કરી રહ્યો છું.
અહીં આપણે નીચે મુજબ વિચારણા કરશું.
(૧) સૌપ્રથમ તેઉકાય જીવના લક્ષણ-પ્રકાર વગેરે વિશે સમજણ મેળવીશું.
- -
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org