________________
સવ | જીવોનું તાત્ત્વિક અને પારમાર્થિક કલ્યાણ થાય, સ્થાયી આત્મહિત સધાય એ આશયથી તારક તીર્થકર ભગવંતોએ કેવલજ્ઞાન સંપ્રાપ્ત કર્યા બાદ જડ-ચેતન જગતનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું. શ્રી જિનશાસનની સ્થાપના કરી. વીતરાગ ભગવંતે જગતને સ્યાદ્વાદ અને કર્મવાદ વગેરેના અમૂલ્ય સિદ્ધાન્તો આપ્યા. સાથો સાથ વિરતિમાર્ગ અને મોક્ષમાર્ગ સ્વયં આચર્યો અને બતાવ્યો. પ્રતિજ્ઞા સ્વીકારીને હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ વગેરે પાપોના કરાયેલા ત્યાગને વિશ્વમાં વિરતિમાર્ગ સ્વરૂપે પરમાત્માએ પ્રતિષ્ઠિત કર્યો. તારક તીર્થકર ભગવંત દ્વારા સમગ્ર વિશ્વને આ અદ્ભુત ઉપહાર મળ્યો તેમાં પરમાત્માની કરુણા કેન્દ્રસ્થાને ગોઠવાયેલી છે.
હિંસા વગેરે પાપોની વિરતિને સારી રીતે પાળવા માટે જીવોની હિંસા કેવી રીતે થઈ જાય ? કઈ રીતે જીવોની રક્ષા થાય? જીવ કોને કહેવાય ? જીવોના પ્રકાર કેટલા ?” ઈત્યાદિ બાબત જણાવવી પણ અનિવાર્ય બની. માટે પરમાત્માએ તે બાબતો પણ સૂક્ષ્મતાથી સચોટપણે બતાવી. તેમના ઉપદેશોની મનોહર ગૂંથણીરૂપે આગમોની રચના થઈ. પજીવનિકાયની ઓળખાણ કરાવાઈ. તેમાં પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, નિગોદ વગેરે જીવ છે. આ બાબતમાં તો જૈન શાસ્ત્રોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org