________________
પરિશિષ્ટ-૫ *
ગુજરાત સમાચાર તા.૧૬-૬-૨૦૦૨ રવિવારીય પૂર્તિ ‘જાણ્યું છતાં અજાણ્યું' કોલમમાં પ્રગટ થયેલા આ.મહાપ્રજ્ઞજીના વિચારો
માઈક કે ઘડિયાળને સચિત્ત માની શકાય નહીં !
લાંબા સમયથી એક ચર્ચા ચાલે છે કે જૈન સાધુતા ધારણ કરનાર વીજળીનો ઉપયોગ કરી શકે ખરા ? માઈંક વાપરી શકે ખરા ? એમને વંદન કરતી વખતે વંદના કરનારે ઘડિયાળ કે એવી કોઈ વસ્તુ કાઢી નાંખવી જોઈએ ?
ગતાનુગતિકતા એક ચીજ છે, વિચારશીલતા બીજી બાજુ છે. આ પ્રશ્ન અંગે વર્તમાન જગતના વિદ્વાન તથા અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન દ્વારા નવી વિચારધારા પ્રગટાવનાર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના વિચારો પ્રસ્તુત કરીએ છીએ. આશા રાખીએ કે આ વિષયમાં ગંભીરતાથી ઊંડું ચિતન થાય. આ વિષયમાં જેમના વિચારો અન્યથા કે ભિન્ન હોય તેઓ જરૂર એમની વિચારધારા લખી મોકલે.
આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના એ વિચારો જોઈએ -
વિદ્યુત એક ઊર્જાનો પ્રવાહ છે. આ સમગ્ર નિર્ણય થઈ ગયો. આ નિર્ણયના આધારે પછી એવી ઘોષણા પણ આચાર્ય શ્રી તુલસીદાસજીએ કરી દીધી કે વીજળી અમારી દ્રષ્ટિએ અચિત્ત છે, નિર્જીવ છે. શાસ્ત્રના અનેક આધારોથી એ સિદ્ધ થઈ ગયું છે કે અગ્નિ જીવ નથી, માત્ર ઉર્જા છે. તૈજસવર્ગણાના પુદ્ગલો છે, એટલા માટે નિર્જીવ છે. આ અમારી માન્યતા છે.
જૈનોમાં પણ કેટલાક લોકો આને સજીવ માને છે. આ તો પોતપોતાનો વિચાર છે. અગર કોઈ શોધ ન કરે તો પરંપરાથી જે ચાલ્યું આવે છે તે માનવામાં આવે છે. અમે તો ચિંતન કર્યું, શોધ કરી. અનુસંધાન કર્યું, પ્રમાણો શોધ્યાં અને એટલા પ્રમાણો ઉપલબ્ધ કર્યા, આગમના, જેમના આધારે આ સ્થાપના કરવામાં અમને કોઈ સંકોચ ન થયો. આ કોઈ સંશયથી નથી કર્યું કે ‘અચિત્ત છે કે નહિં.’ અનુસંધાનના આધારે સારી રીતે નિશ્ચિંત થઈ ગયું કે આ માત્ર પુદ્ગલ છે, ઊર્જા છે, એક શક્તિ છે, અગ્નિકાયિક જીવ નથી. હવે પોતપોતાની પરંપરા હોય છે.
કેટલાક લોકો ધ્યાન નથી દેતાં તો શું કહેવું ?હાથમાં ઘિડયાળ બાંધી છે,
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org