________________
તેને પણ કહે છે કે સજીવ છે. ઘડિયાળમાં બેટરી છે. બેટરી છે શું? ઊર્જાનું એક સ્પંદન માત્ર તો છે. એક રાસાયણિક સ્પંદન અને એક ઊર્જાનું સ્પંદન. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો બેટરી માત્ર ઊર્જાનું સ્પંદન છે. રાસાયણિક ક્રિયા થાય છે. તેનાથી તે ચાલે છે. બધા ઈલેક્ટ્રોન સ્પંદન જ તો છે.
આગિયો ચમકે છે તો આગ જેવું જણાય છે, પરંતુ તે આગ તો નથી. બીજાની વાત જવા દઈએ, આપણા શરીરમાં પણ અગ્નિ છે, પણ તે સજીવ નથી, નિર્જીવ અગ્નિ છે. આપણા શરીરમાં પદ્ગલિક અગ્નિ છે. આયુર્વેદને જાણનાર જઠરાગ્નિને જાણે છે. ભોજન કરીએ તે કોનાથી પચે છે ? જ્યારે કોઈ બિમાર થાય છે ત્યારે વૈદ્ય તેની પરીક્ષા કરી ક્યારેક ક્યારેક કહે છે - આનો અગ્નિ મંદ થઈ ગયો છે. ખાધેલું પચતું નથી. અગ્નિ જ્યારે બરાબર રહે ત્યારે ભોજન બરાબર પચે છે. જ્યારે તે મંદ થઈ જાય ત્યારે ભોજન બરાબર પચતું નથી.
આપણા શરીરમાં પણ અગ્નિ છે, વિદ્યુત છે. શરીર શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો દરેક કોશિકાનું પોતાનું પાવરહાઉસ છે. અબજો કોશિકાઓ અને દરેક કોશિકાનું પોતાનું પાવર હાઉસ. આટલો અગ્નિ ભર્યો પડ્યો છેશરીરની અંદર. આ ઘણી અદ્ભુત વાત છે કે, શરીરનો અગ્નિ ક્યારેય લીક થતો નથી. જો થઈ જાય તો આખા શરીરમાં બળતરા ઉપડી જાય છે, આખું શરીર અંગારા જેવું બની જાય છે. પ્રેક્ષાધ્યાન શિબિરોમાં એવા કેટલાય કેસ આવ્યા કે શરીર આખું સળગવા લાગ્યું હોય.
આપણા શરીરમાં પણ અગ્નિ છે. આ બધા તૈજસવર્ગણાના પરમાણુઓ છે. પુદ્ગલો છે. હવે પ્રશ્ન એ છે કે ભલે માઈક હોય, ઘડિયાળ હોય, આપણે તેને સચિત્ત માની શકીએ નહિ. આગમના આધારે તેમને સજીવ સિદ્ધ કરી શકાય નહિ. આ બાબતમાં પૂરી સ્પષ્ટતા રહેવી જોઈએ.
ઘણા ભાઈઓ આવે છે અને કહે છે કે ઘડિયાળ બાંધી છે. સંઘટ્ટો કરીએ કે ન કરીએ? હાથમાં ઘડિયાળ બાંધેલી છે, બંધ કરી દઈએ કે નહિ ? ન બંધ કરો તો તમારી ઈચ્છા. અમને કોઈ વાંધો નથી. વંદના કરવામાં સ્પર્શ કરો કે નહિ, તમારી ઈચ્છા, પણ અમને કોઈ સૈદ્ધાંતિક વાંધો નથી. કેમ કે અમે તેને સજીવ નહીં, માત્ર ઊર્જા માનીએ છીએ. આચારાંગ સૂત્રની ટીકામાં એક ઘણી સરસ વાત કહેવામાં આવી છે. એક મુનિ એવા છે, જે અચેલ રહે છે. એક
૧૪છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org