________________
અગ્નિ છે. તે સજીવ અગ્નિ નથી. વિદ્યુત છે. અગ્નિ નથી. સૌરઉર્જા અથવા તો જે પણ ઉર્જા છે તે તૈજસપરમાણુ છે, યાને કે તૈજસવર્ગણા છે. પરમાણુ છે. એટલા માટે આગમમાં તેને અગ્નિસદશ દ્રવ્ય કહેવામાં આવેલ છે. અગ્નિતુલ્ય દ્રવ્ય, અગ્નિ જેવું દ્રવ્ય છે. એટલા માટે તેનું નામ અગ્નિ રાખવામાં આવ્યું છે.
જયાચાયૅ ભગવતીની વ્યાખ્યામાં કહ્યું – અગ્નિકાય સરીસ-અગ્નિ જેવું દ્રવ્ય. અગ્નિકાયિક જીવ નથી. વિદ્યુત એક ઉર્જાનો પ્રવાહ છે. આ સમગ્ર નિર્ણય થઈ ગયો. આ નિર્ણયના આધારે પછી એવી ઘોષણા પણ ગુરુદેવે કરી દીધી કે વીજળી અમારી દ્રષ્ટિએ અચિત્ત છે. નિર્જીવ છે. શાસ્ત્રના અનેક આધારોથી તે સિદ્ધ થઈ ગયું કે અગ્નિ જીવ નથી, માત્ર ઉર્જા છે. તૈજસવર્ગણાના પુદ્ગલો છે. એટલા માટે નિર્જીવ છે. અમારી માન્યતા છે.
જૈનોમાં પણ કેટલાક લોકો આને સજીવ માને છે. આ તો પોતપોતાનો વિચાર છે. અગર કોઈ શોધ ન કરે તો પરંપરાથી જે ચાલ્યું આવે છે તે માનવામાં આવે છે. અમે તો ચિંતન કર્યું, શોધ કરી, અનુસંધાન કર્યું, પ્રમાણો શોધ્યા અને એટલા પ્રમાણો ઉપલબ્ધ કર્યા આગમના, જેમના આધારે આ સ્થાપના કરવામાં અમને કોઈ સંકોચ ન થયો. આ કોઈ સંશયથી નથી કર્યું કે અચિત્ત છે કે નહિ? અનુસંધાનના આધારે સારી રીતે નિશ્ચિત થઈ ગયું કે આ માત્ર પુદ્ગલ છે, ઉર્જા છે, એક શક્તિ છે, અગ્નિકાયિક જીવ નથી.
હવે પોતપોતાની પરંપરા હોય છે. કેટલાક લોકો ધ્યાન નથી દેતાં તો શું કહેવું? હાથમાં ઘડિયાળ બાંધી છે તેને પણ કહે છે કે સજીવ છે. ઘડિયાળમાં બેટરી છે. બેટરી છે શું? ઉર્જાનું એક સ્પંદન માત્ર તો છે. એક રાસાયણિક સ્પંદન અને એક ઉર્જાનું સ્પંદન. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો બેટરી માત્ર ઉર્જાનું સ્પંદન છે. રાસાયણિક ક્રિયા થાય છે, તેનાથી તે ચાલે છે. બધા ઈલેક્ટ્રોન સ્પંદન જ તો છે. આગિયો ચમકે છે તો આગ જેવું જણાય છે, પરંતુ તે આગ તો નથી. બીજાની વાત જવા દઈએ, આપણા શરીરમાં પણ અગ્નિ છે. પણ તે સજીવ નથી, નિર્જીવ અગ્નિ છે. આપણાં શરીરમાં પૌદ્ગલિક અગ્નિ છે.
(૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org