________________
પરમ પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તરફથી.... - તમારી પુસ્તિકા મળી. તમે શાસ્ત્રાદિ અનેક દૃષ્ટિકોણથી “વિદ્યુત અચિત્ત છે” એ વાતને જુઠી પુરવાર કરી તે સમયોચિત અને યોગ્ય કર્યું છે. પુસ્તિકાના વ્યાપક પ્રચારથી સુવિદિતાત્માઓ જુઠા ભ્રમ-જુઠી માન્યતાથી બચશે. અને સમ્યગ્માર્ગની આરાધના કરશે.
se) ફeત્રાણાલિ વિ.
પરમ પૂજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજય નરચંદ્રસૂરિજી મ. તરફથી
આ. મહાપ્રજ્ઞજીએ પોતાની મહાપ્રજ્ઞાનો અસમુચિત ઉપયોગ કરીને ‘વિદ્યુત પ્રકાશ અચિત્ત છે” એ રીતે છાપામાં “જાણ્યું છતાં અજાણ્ય” કોલમમાં આપીને જૈન-જૈનેતર લોકોને ભ્રમમાં નાંખવાનો જે પ્રયત્ન કર્યો તેનો એકદમ સુયોગ્ય જવાબ તમોએ આપ્યો છે. તમારી પુસ્તિકા દ્વારા આ. મહાપ્રજ્ઞજી પોતાની થયેલી મહાભૂલને જાહેરપત્ર છાપાઓ દ્વારા મિચ્છામિ દુક્કડે માંગે તો ખરેખર તેમના નામને સાર્થક કરનારા બનશે. અન્યથા વચ્ચે અવગ્રહ ૩ ચિહ્નવાળા બની જાય તેવું સ્પષ્ટ લાગે છે.
થ ભાભિ લો.
૬. અટકતની બે ટન (
અચલગચ્છના પૂજ્ય આચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ.સા.
આપણી પરંપરા મર્યાદાઓ મુજબ વિદ્યુતનો વપરાશ શ્રમણજીવનને શિથિલ કરી પતિત કરી દે. જેથી મર્યાદાઓનું પાલન જ અતિ જરૂરી છે. સુધારક પ્રરૂપણા શાસનને નુકશાન કરનારી છે.
કબગLણC merguish
(૧૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org