________________
તેરાપંથી અનુયાયીઓ માટે વિચારણીય બાબત છે. કેમ કે આવું ક૨વામાં શ્રીજિનશાસનની રક્ષા કે પ્રભાવના તો નથી જ થતી. પરંતુ તેરાપંથના મૂળભૂત સિદ્ધાન્તોનો પણ પ્રચાર કે પ્રસાર નથી જ થતો.
તેરાપંથીઓ ખરા અર્થમાં જો ધાર્મિક હોય તો શું આવી ઘોર વિરાધનામય સાધનસામગ્રીના વપરાશને તેઓ ચલાવી શકે ખરા ? પોતાના સ્વાર્થને સાધવા આ રીતે થતી ઉત્સૂત્રપ્રરૂપણા, ઉન્માર્ગપ્રવર્તન, મિથ્યાત્વપોષણ વગેરે મહાદોષને ભવિષ્યના તટસ્થ તેરાપંથીઓ શું માફ કરશે ખરા ? * સુશીલ કે કુશીલ ?
સૂયગડાંગસૂત્રમાં તો સ્પષ્ટપણે જણાવેલ છે કે માતા-પિતા વગેરેનો ત્યાગ કરીને શ્રમણજીવનમાં જે પોતાની સુખશીલતાસુવિધા માટે અગ્નિકાય જ્વોની વિરાધના કરે છે તે સુશીલ નહિ પણ કુશીલ છે. આ રહ્યા શબ્દો
'जे मायरं वा पियरं च हिच्चा समणव्वए अगणि समारभिज्जा 1 अहाहु से लोए कुसीलधम्मे भूताइं जे हिंसति आसते ।।' (શ્રુતસ્કંધ-૧ અધ્ય.૭/ગાથા-૫)
પ્રસ્તુતમાં લાઈટ, માઈક, પંખો, એરકન્ડીશન, ટી.વી., વિડીયો... વગેરેના માધ્યમથી માત્ર પોતાની સગવડ પોષવા સિવાય અને પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ મેળવવા સિવાય બીજું બહુમૂલ્ય પ્રયોજન ઈલેકટ્રીસીટીને-વિદ્યુતપ્રકાશને નિર્જીવ તરીકે જાહે૨ ક૨વામાં શું હોઈ શકે ? તેનો નિર્ણય વિજ્ઞ વાચકવર્ગ ઉપર છોડવામાં આવે છે. પ્રાન્તે,
હે મહાપ્રજ્ઞજી ! હું તો અલ્પજ્ઞ છું. જો કે પૂજ્યપાદ ઉમાસ્વાતિજી મહારાજ, સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ વગેરે
Jain Education International
११७
For Private & Personal Use Only
www.jainelibrary.org