________________
હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે શાસનના પ્રચાર-પ્રસારનો અને શાસન-પ્રભાવનાનો. ઈલેકટ્રીસીટી આધારિત માઈક, ટી.વી., વિડીયો, મુવી, ઓડિયો કેસેટ વગેરેના માધ્યમથી ઝડપથી જિનશાસનની પ્રભાવના કરવાનો મુદ્દો અવશ્ય વિચારણીય છે. અનેકવિધ આરંભસમારંભમાં રહેલા શ્રાવક-શ્રાવિકા-ગૃહસ્થ પંડિતો શાસનપ્રભાવના માટે આધુનિક મિડિયાનો ઉપયોગ વિવેકપૂર્વક કરે તો તેમના માટે અલ્પ દોષ અને અધિક લાભ હોવાથી તેની ઉપયોગિતા-લાભકારિતા સમજી શકાય તેમ છે. પરંતુ તમામ વિરાધનાદિના જીવનભરના ત્યાગી એવા જૈન શ્રમણ-શ્રમણી ભગવંતો શાસનનો પ્રચાર-પ્રસાર કરવા માટે જાતે જ માઈક, લાઈટ વગેરેનો ઉપયોગ કરે અને તે પણ વિદ્યુતપ્રકાશને અચિત્ત-નિર્જીવ જાહેર કરીને ! આ તો તદ્દન અનિચ્છનીય અને અત્યંત અનુચિત બાબત છે.
અતિમહત્ત્વના પ્રસંગમાં, વિશિષ્ટ વ્યક્તિ, વિવેકપૂર્વક કયાંક, કયારેક આધુનિક સાધનોનો શક્ય જયણાથી ઉપયોગ કરે તો તે હજુ અપવાદમાર્ગમાં ગણી શકાય. જેમ કે “સબૂત્ય સંગમ, સંગમ
પ્પામેવ રવિશ્વના' (ઓ નિ.૪૬) આ પ્રમાણે ઓઘનિર્યુક્તિના વચનને ધ્યાનમાં રાખીને, ગંભીર એકસીડંટ, પ્રસંગે આત્મરક્ષા માટે અસહિષ્ણુ સાધુને એબ્યુલન્સમાં બેસાડીને હોસ્પીટલ લઈ જવા પડે અથવા વિષ્ણુકુમારે શાસન રક્ષા-સંઘરક્ષા માટે નમુચિનું વિસર્જન કર્યું તે અપવાદપદે ગણાય. પણ કોઈ પણ સાધુ માઈક વગેરેનો ઉપયોગ સંકોચ વિના જાહેરમાં છૂટથી કરી શકે તે માટે સચિત્ત વિદ્યુતપ્રવાહને કોઈ પણ પ્રકારના સુનિશ્ચિત વિચારવિમર્શ વગર જ અચિત્ત જાહેર કરવો તે ઉત્સુત્ર નહિ તો બીજું શું છે ? કદાચ અચિત્ત પૃથ્વીકાય વગેરેની જેમ electricity ના પણ સચિત્ત અચિત્ત ભેદ સંભવતા હોય તો પણ electricity ની નિર્જીવતાનો નિર્ણય કરનારા
- ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org