________________
સચિત્ત અગ્નિકાયરૂપે જ અસંદિગ્ધ રીતે જણાય છે.
શંકા પણ જોખમી ! ! પિંડનિર્યુક્તિમાં 3 વિમવનો પ્રાવીણા' (ગા.પર૧) આવું કહેવા દ્વારા શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલી અન્ય એક વાત અનિવાર્યપણે અહીં યાદ આવી જાય છે. ગોચરી વહોરવા ગયેલા સાધુને “સામે રહેલી ભોજનાદિ સામગ્રી સચિત્ત છે કે અચિત્ત ?' તેવી શંકા પડે અને તે શંકાનું નિવારણ ન થવા છતાં તે ચીજને વહોરે તો તે સાધુને સચિત્તભક્ષણનિમિત્તક કર્મબંધ થાય છે, નહિ કે અચિત્તભક્ષણનિમિત્તક લાભ. તેં દૃષ્ટિકોણથી વિચારતાં કહી શકાય કે ઉપરોક્ત અનેક આગમ પ્રમાણ વગેરે દ્વારા કોઈ વ્યક્તિને ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ- બન્ને સચિત્ત છે” તેવો નિર્ણય ન થવા છતાં તે સચિત્ત છે કે અચિત્ત ?' આવી શંકા પણ થાય તો શંકાગ્રસ્ત તેવી વ્યક્તિને માઈક-લાઈટ વગેરે વાપરવાથી તેઉકાય-વિરાધનાનિમિત્તક કર્મબંધ જ થાય. આટલી વાત તો નિશ્ચિત જ છે. અત્યાર સુધી અહીં જે વિચારણા કરવામાં આવેલ છે તેનાથી પ્રાજ્ઞોને ઈલેક્ટ્રીસીટી અને બલ્ડપ્રકાશ વગેરેની સજીવતા અંગે શંકા પણ ન થાય તેવું શું શક્ય જણાય છે ?
૯ શાસન પ્રભાવનાના નામે ઉસૂત્ર અને ઉન્માર્ગ :
ઉપરોક્ત અનેક શાસ્ત્રપ્રમાણ, તર્ક, અનુભવ વગેરેના આધારે મધ્યસ્થપણે વિચારવાથી ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ સચિત્ત છેએવું અમને સુનિશ્ચિત રૂપે સમજાયેલ છે. તથા ઈલેકટ્રીસીટીની ઉત્પત્તિમાં પણ મહાઆરંભ વગેરે થાય છે- આ તો સર્વમાન્ય નિર્વિવાદ સત્ય છે. તેથી ઈલેકટ્રીસીટી આધારિત સાધનોનો વપરાશ સર્વહિંસાના ત્યાગી જૈન શ્રમણ-શ્રમણીઓ ન કરી શકે એવું ફલિત થાય છે. આ ઉત્સર્ગમાર્ગ છે.
૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org