________________
નિશ્ચિત થઈ શકે તેમ ન હતું. તેમ છતાં જો તૃષાતુર સાધુઓને તે પાણી પીવાની ભગવાન છૂટ આપે તો ભવિષ્યકાળમાં અનેક જીવો પોતાની પાસે રહેલી સાધનસામગ્રીથી અચિત્ત તરીકે ન જણાતી ચીજ વસ્તુનો પણ પ્રસ્તુત દૃષ્ટાન્તના આલંબનથી ઉત્સર્ગમાર્ગે વપરાશ કરવા માંડે તેવી ખોટી પરંપરા ઊભી થાય. પરમકૃપાળુ પરમાત્મા આવું કઈ રીતે થવા દે ? માટે તેમણે તે અચિત્ત પણ પાણી પીવાની અનુજ્ઞા ન આપી. આ સમગ્ર ઘટના આચારાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યે આ મુજબ દર્શાવેલ છે.
__'कालतस्त्वचित्तता स्वभावतः स्वायु:क्षयेण वा, सा च परमार्थतोऽतिशयज्ञानेनैव सम्यक् परिज्ञायते, न छाद्मस्थिकज्ञानेनेति न व्यवहारपथमवतरति । अत एव च तृपाऽतिपीडितानामपि साधूनां स्वभावतः स्वायु:क्षयेणाऽचित्तीभूतमपि तडागोदकं पानाय वर्धमानस्वामी भगवान् नानुज्ञातवान्, इत्थंभूतस्याऽचित्तीभवनस्य छद्मस्थानां दुर्लक्ष्यत्वेन मा भूत् सर्वत्राऽपि तडागोदके સવૉગવિ પાશ્ચાત્યાધૂનાં પ્રવૃત્તિપ્રસ તિ કૃત્વા' (આચારાંગનિયુક્તિઅધ્યયન-૧ પૃથ્વીકાય/ગા.૧૩ની વૃત્તિ).
આ અતિઉત્તમ ઐતિહાસિક અને આગમિક આદર્શને નજર સમક્ષ રાખીને, પ્રકાશ-દાહકતા વગેરે તેઉકાયના લક્ષણો જેમાં જણાય છે તેવી ઈલેક્ટ્રીસીટીનો, વિદ્યુતપ્રકાશનો, ઈલેકટ્રીસીટી આધારિત તમામ સાધનોનો સર્ગિક વપરાશ સર્વહિંસાના જીવનભર ત્યાગી એવા સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે કરી શકે ? તે લાખ ડોલરનો વણઉકેલ્યો પ્રશ્ન ઊભો જ રહે છે.
શ્રુતજ્ઞાનની બળવતા-ભદ્રબાહુસ્વામીજી , આનાથી ફલિત થાય છે કે- કેવલજ્ઞાનથી નિર્જીવ તરીકે નિશ્ચિત થતું પાણી પણ શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ નિર્જીવરૂપે સિદ્ધ થતું ન હોય તો તેનો સચિત્તરૂપે જ વ્યવહાર કરવો એ જ સર્વજ્ઞ
- ૧૦૧ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org