________________
ત્યારે તેના ઉપર પાણી નાંખવાથી એ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. તેને ઓલવવા માટે ખાસ પ્રકારના વાયુનો/રસાયણોનો પ્રયોગ કરવામાં આવે છે. પેટ્રોલપમ્પ કે કેમીકલ ફેક્ટરી વગેરેમાં પેટ્રોલ, આલ્કોહોલ, મિથેનોલ, ઈથેનોલ, સ્પીરીટ વગેરેની આગ લાગે ત્યારે જો તેના ઉપર પાણી છાંટવામાં આવે તો તે આગ પાણી વડે જ વધુ વિકરાળ અને ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. આ વાત તો ફાયર બ્રિગેડના માણસો દ્વારા પણ આપણને જાણવા મળી શકે તેમ છે. માટે પાણી તમામ પ્રકારના બાદર તેઉકાયનો નાશ કરે જ તેવો કોઈ નિયમ સિદ્ધ થતો નથી.
ખરેખર નિઃસ્વાર્થ કરુણાબુદ્ધિથી તે તે કાળના જીવોની દલીલ, શંકા, ગેરસમજ, અજ્ઞાન વગેરેનું નિરાકરણ પૂર્વાચાર્ય ભગવંતો સચોટ રીતે કરતા જ આવ્યા છે.
અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે વિજ્ઞાનના મત મુજબ પ્રકાશ તો ફોટોન (તેજાણુ) સ્વરૂપ છે. ફોટોનનો નાશ પાણીથી થઈ શક્તો નથી. તેથી દીવાનો પ્રકાશ બહાર ફેલાય તો ધોધમાર વરસાદ દ્વારા તેનો નાશ થઈ શકે નહિ- આવી સિદ્ધસેનગણીવરશ્રીની વાત વિજ્ઞાન મુજબ પણ સંગત થઈ શકે જ છે.
અનેક ઈલેક્ટ્રૉન-પ્રોટોન-ન્યુટ્રોનથી બનેલ અણુને તોડવા માટે અત્યાર સુધી સાયન્ટિસ્ટો સક્ષમ થઈ શક્યા છે. પણ ઈલેક્ટ્રોન તો અણુનો ઘટક છે. અણુ કરતાં તે ખૂબ નાનો છે. ઈલેક્ટ્રોન (વીજાણુ) કરતાં પણ ફોટોન (તેજાણુ) તો અત્યંત સૂક્ષ્મ દ્રવ્યકણ છે. તેથી પાણી દ્વારા તેનો નાશ થઈ શકતો નથી.
- વિજ્ઞાનમાન્ય અણુ સ્થૂલ સ્કંધ છે ? વિજ્ઞાનમાન્ય ઈલેક્ટ્રૉન-પ્રોટોન-ન્યુટ્રોનથી બનેલો અણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org