________________
વડવાનલનો નાશ કાંઈ સમુદ્રના પાણીથી થતો નથી. તેમ મુશળધાર વરસાદમાં રાત્રે દીવાનો પ્રકાશ બહાર ફેલાય છે તેનો પણ નાશ કરવાનું સામર્થ્ય વરસાદના પાણીમાં નથી. અગ્નિકાય માટે જલકાય પરકાયશસ્ત્ર બને છે- તે વાત સામાન્યથી સમજવી. અગ્નિકાયની સાત લાખ યોનિમાંથી ઉત્પન્ન થયેલા તમામ અગ્નિકાય જીવો માટે તમામ પ્રકારના પાણી શસ્ત્ર બને જ એવો એકાંત કાંઈ વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલ નથી.”
કેટલો અદ્ભુત-સચોટ-અકાટ્ય છતાં શાસ્ત્રાનુસારી અને દૃષ્ટાંતસંગત એવો જવાબ શ્રીસિદ્ધસેનગણીવરશ્રીએ આપેલો છે ! આ રહ્યા તત્ત્વાર્થવૃત્તિમાં તેઓશ્રીના શબ્દો- “ચાવારેળા- નિરન્તરધાર वर्षति बलाहके प्रदीपः अलिन्दकादिव्यवस्थापितः प्रद्योतत एव बहिः । यदि च विरोधः स्यात् ? ન વહિઃ પ્રજાશો વિમાબ્વેત, નલપાતેન અપનીતત્વાવિત્તિ । अत्रोच्यते- प्रादीपाः पुद्गलाः ताथात्म्यमपरित्यजन्तो निःसृताः तथाविधतामुदबिन्दुसम्पर्काद् विजहति तत्समकालं चापरे प्रदीपशिखाया विकीर्णाः कृशानुपुद्गलाः तमाकाशमश्नुवते । न च ते जलपातेन विध्यापयितुं शक्याः રિનામવેવિઝાવું, વડવાનાવયવા ” (તત્ત્વાર્થ ૫/૨૪).
ખરેખર શ્રીસિદ્ધસેનગણીવ૨નો જવાબ ખુબ જ સચોટ છે. અવકાશીય ચિત્ત વીજળીનો પણ નાશ મુશળધાર વરસાદથી નથી જ થતો ને ! ઈંધણ વિનાના અગ્નિનો નાશ પાણી દ્વારા થાય તેવું શક્ય નથી જણાતું. દીવારૂપે જણાતી અગ્નિજ્યોત ઈંધણયુક્ત અગ્નિરૂપે હોવાથી પાણી દ્વારા તેનો નાશ થઈ શકે તે સમજી શકાય તેમ છે. પરંતુ દીવાનો દૂર સુધી ફેલાતો પ્રકાશ = ઉજેહી તો પૂર્વે (જુઓ પૃષ્ઠ-૬૪) જણાવ્યા મુજબ ઈંધણરહિત અગ્નિકાય જીવ સ્વરૂપ હોવાથી આકાશીય વીજળીની જેમ તેનો નાશ પાણી દ્વારા ન થાય તે યુક્તિસંગત પણ જણાય છે.
વર્તમાનમાં પણ અમુક પ્રકારના રસાયણોમાં આગ લાગે
Jain Education International
૯૦
,
For Private & Personal Use Only
www.jainelibrary.org