________________
ફિલામેન્ટમાં ઉત્સર્જિત થતો જે પ્રકાશ જોવા મળે છે તે ફોટોન સ્વરૂપ છે. ઈલેક્ટ્રૉન કરતાં પણ ફોટોન તો ખૂબ જ સૂક્ષ્મ હોય છે. વિજ્ઞાન મુજબ સૂક્ષ્મ એવા જે ફોટોન પ્રકાશસ્વરૂપ છે તે પણ જિનાગમ મુજબ અગ્નિકાય જીવ છે- એવું હમણાં આવશ્યકનિર્યુક્તિવૃત્તિ, લલિતવિસ્તરા, નિશીથચૂર્ણિ, ઓનિયુક્તિ આદિના વચનો દ્વારા આપણે જોઈ ગયા છીએ. આમ સાયન્સ જેને ઈલેક્ટ્રૉન કરતાં પણ અતિસૂક્ષ્મ ફોટોન સ્વરૂપ માને છે તે પ્રકાશને જીવ તરીકે જાણવા માટે સૂક્ષ્મ બુદ્ધિની અત્યંત આવશ્યકતા હોય તે સ્વાભાવિક જ છે. TM પંચાંગી આગમ પ્રમાણભૂત છે
ઉપરોક્ત આગમ આદિ પ્રમાણના આધારે વિદ્યુતની જેમ વિદ્યુતપ્રકાશની સજીવતા સિદ્ધ થાય છે. તેથી તેની વિરાધનાથી બચવું પ્રત્યેક સાધુ-સાધ્વીજી ભગવંત માટે અત્યંત અનિવાર્ય બને છે. કારણ કે અધ્યાત્મની સાધના કરવા નીકળેલા સાધક માટે આત્માનું શુદ્ધિકરણ અને ઊર્ધીકરણ ખૂબ જ અગત્યની બાબત છે. જાણતાં કે અજાણતાં પાપનો કે વિરાધનાનો ભારબોજ આત્મા ઉપર લદાઈ ન જાય તેની સાવધાની અધ્યાત્મમાર્ગના યાત્રીએ રાખવી જ રહી. તે માટે અવાર-નવાર શાસ્ત્રનું આલંબન લેવું અનિવાર્ય બની રહે છે. માટે જ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા સમર્થ વિદ્વાન આચાર્ય ભગવંત પણ પંચવસ્તુક નામના ગ્રંથમાં જણાવે છે કે
'जम्हा न धम्ममग्गे मोत्तूणं आगमं इह पमाणं ।
વિન્નર છસ્થાાં તદ્દા ઘેવ નર્તનવં ।।'(ગાથા ૧૭૦૭) મતલબ કે આપણા જેવા અસર્વજ્ઞ જીવો માટે તો ધર્મમાર્ગનો નિર્ણય ક૨વામાં જૈનાગમને છોડીને બીજું કોઈ પ્રમાણ નથી. માટે આગમનો અભ્યાસ કરવામાં, આગમના હાર્દને સમજપૂર્વક સ્વીકારવામાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
Jain Education International
૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org