________________
જો કે ગણધર ભગવંતોએ રચેલી દ્વાદશાંગી અને પૂર્વધરોએ રચેલ અન્ય આગમો ખૂબ જ ગહન, ગૂઢ અને રહસ્યમય છે. તેથી જ ઉત્તરકાલીન તીવમેધાવી પરાર્થવ્યસની પૂર્વાચાર્યોએ ભવિષ્યકાલીન જીવોના કલ્યાણ માટે ગહન આગમોના પદાર્થ અને પરમાર્થોને નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વ્યાખ્યા, વિવરણ, ટિપ્પણ, પંજિકા વગેરેના માધ્યમથી સમજાવવાનો ભગીરથ પુરુષાર્થ કરેલો છે. પંચાંગી આગમ અને આગમઆધારિત સાહિત્યના અવલંબનથી તારક તીર્થકર ભગવંતો અને ગણધર ભગવંતોના આશય સુધી પહોંચવામાં નિશ્ચિતતા-નિર્ભયતા અને સુગમતા રહે છે. માટે તે પણ મૂલઆગમતુલ્ય પ્રમાણ છે. “પંચાસની વ મહાપ્રજ્ઞની શ રૂન્ટરવ્યું (સાક્ષાત્વાર) માં મહાપ્રજ્ઞજીએ સ્વયં જણાવેલ છે કે “મૈને ચેતાવર जैन साहित्य पढा है । प्राचीन साहित्य तो श्वेताम्बर मंदिरमार्गियों का ही કે / અન્ય નમ્રતાથ ા મૌતિક સાહિત્ય વહત નહીં હૈ !” (૭ ઓગસ્ટવિજ્ઞપ્તિપત્ર-તેરાપંથી) આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ પોતાના વિશાળ સાહિત્યમાં અવસરે આગમ અને આગમઆધારિત ચૂર્ણિ-નિર્યુક્તિ વગેરે સાહિત્યનો આધાર લેવા દ્વારા ખરેખર ચૂર્ણિ-નિર્યુક્તિ વગેરે સાહિત્યની પણ વિશ્વસનીયતા અને પ્રામાણિકતાને સૂચિત કરેલ જ છે. તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી.
૪ પહેલાં આગમ, પછી યુક્તિ છે આ રીતે મૂલ આગમ, પંચાંગી આગમસાહિત્ય અને ઉત્તરકાલીન બહુશ્રુત પૂર્વાચાર્યોના ગ્રંથસ્વરૂપ શાસ્ત્રદર્પણમાં અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય કર્યા બાદ તેને વધુ દઢ કરવા માટે શાસ્ત્રાનુસારી તર્ક-અનુભવાનુસારી યુક્તિ વગેરેનો સહકાર મળે તો તે પણ અવશ્ય આવકાર્ય બને છે. પરંતુ તર્કને પકડવા જતાં આગમ છોડવા પડે તો તે મૂડી ખોઈને વ્યાજ મેળવવાના વ્યર્થ ફાંફા મારવા જેવું ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org