________________
(સૂત્ર-૪૧/પૃષ્ઠ-૧૦૪) આવું જણાવેલ છે. તેની વ્યાખ્યામાં નવાંગી ટીકાકારશ્રી અભયદેવસૂરિજીએ વિદ્યુતિ સત્યાં અન્તર મિક્ષા ગ્રાહ્ય રેષામતિ તે વિદ્યુદ્વન્તરિાઃ | વિદ્યુત્સત્પાતે મિક્ષ નટિન્તીતિ ભાવાર્થ ” આવું કહેવા દ્વારા “વીજળીના ચમકારા થતા હોય ત્યારે શ્રમણ ગોચરી ન જાય -આવું જણાવેલ છે. આનાથી પણ સિદ્ધ થાય છે કે વીજળીનો પ્રકાશ આપણા શરીર ઉપર પડે તો તેઉકાય જીવની વિરાધના થાય છે. આનો અર્થ એ થયો કે વીજળી, દીવા, લાઈટ, બલ્બ વગેરેના મૂળભૂત ઉત્પત્તિસ્થાનમાં જે પ્રકાશ હોય છે તે તો સચિત્ત = સજીવ હોય જ છે. પરંતુ વીજળી, બલ્બ, દીવા વગેરેમાંથી જે પ્રકાશ દૂર સુધી ફેલાય છે તે પણ સજીવ જ હોય છે. મતલબ એ છે કે જેમ આકાશમાં રહેલા વાદળાઓમાંથી પાણીનો વરસાદ પડે છે તેમ દીવા, બલ્બ, સ્ટ્રીટ લાઈટ વગેરેમાંથી અગ્નિનો વરસાદ ચારેબાજુ થાય છે અને તે સજીવ જ છે, નિર્જીવ નહિ. * અગ્નિકાયને સમજવા કુશાગ્રબુદ્ધિની આવશ્યકતા છે
મહત્ત્વની વાત તો એ છે કે જીવવિચારપ્રકરણમાં અગ્નિકાયના અનેક ભેદો જણાવીને “નાયવ્વા નિવૃદ્ધિ' આવું કહીને કુશાગ્ર બુદ્ધિથી અગ્નિકાયના જીવોને ઓળખવાની શ્રી શાંતિસૂરિજી મહારાજે ભલામણ કરી છે. પૃથ્વીકાય વગેરેને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા ન દર્શાવી. પરંતુ અગ્નિકાયને જાણવા નિપુણ બુદ્ધિની આવશ્યકતા જણાવી. વિચાર કરવાથી ખ્યાલ આવે છે કે વીજળી તો અગ્નિકાય જીવસ્વરૂપ છે જ. પરંતુ આપણા શરીર ઉપર તેનો પ્રકાશ આવે છે તે પણ અગ્નિકાય જીવરૂપ જ છે- એવો સ્વીકાર કરવામાં ખૂબ સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે તેમ છે. સાયન્સની પરિભાષા મુજબ વિચારીએ તો વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટી કરોડો ઈલેક્ટ્રોનના ફોર્સફુલ પ્રવાહ સ્વરૂપ છે. તથા બલ્બના ટન્ગસ્ટનસ્વરૂપ ફિલામેન્ટમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org