SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આગમ કથાનુયોગ-૬ કહ્યું કે, આપ સ્વયં આપના જ્ઞાનથી આ વાત પર ચિંતન કરો. (અહીંથી આગળની કથા કાલોદાયી અને ભગવંત વચ્ચેના અસ્તિકાય સંબંધે સંવાદની છે કથા જુઓ કાલોદાયી શ્રમણ - થાવત્ – કાલોદાયીએ ભગવંતને ઘણાં પ્રશ્નો પૂછયા – યાવત્ – કાલોદાયી સિદ્ધ, બુદ્ધ – યાવતું મુક્ત થયા) ૦ આગમ સંદર્ભઃભગ. ૩૭૭, ૭૪૪; ૦ તૈપાયન ઋષિની કથા – (આ કથા કૃષ્ણ વાસુદેવની કથા અંતર્ગત આવી ગયેલ છે.) જ્યારે કૃષ્ણ વાસુદેવે પૂછયું કે, આ – ૮ – ૮ – ૮ – દ્વારિકા નગરીનો વિનાશ કયા કારણે થશે ? હે કૃષ્ણ! નિશ્ચયથી – ૪ – ૪ – આ દ્વારિકા નગરીનો વિનાશ મદિરા, અગ્નિ અને વૈપાયન ઋષિના કોપના કારણે થશે. આ કૈપાયન ઋષિ બ્રાહ્મણ પરિવ્રાજક વર્ગમાં આવે છે. તેઓ બ્રાહ્મણ શાસ્ત્ર વિશારદ અને શૌચમૂળ ધર્મ પાળે છે ઇત્યાદિ અંબઇ પરિવ્રાજક માફક જાણવું. જ્યારે શાબકુમાર આદિ દુર્દાન્ત કુમારો મદિરા પાનથી અંધ બનેલા તે કુમારોએ ધ્યાનસ્થ કૈપાયન ઋષિને જોયા. તેને જોઈને શાંબકુમારે કહ્યું કે, આ તાપસ આપણી નગરીને અને અમારા કુળને હણી નાખનાર છે. તો તેને જ મારી નાંખો. ત્યારપછી સર્વે યાદવકુમાર કૈપાયન ઋષિને મારવા લાગ્યા. પૃથ્વી પર પાડી નાખી મૃતપ્રાય કરીને સર્વે દ્વારિકામાં પોતપોતાના ઘરમાં પેસી ગયા. કૃણ રામ (બલદેવ)ની સાથે કૈપાયન ઋષિ પાસે ગયા. ક્રોધથી ધમધમતા કૈપાયનને જોયા. અતિ ભયંકર એવા આ ત્રિદંડીને કૃષ્ણ પોતાના વચનોથી શાંત કરવા લાગ્યા – ૪ – ૪ – કૈપાયને કહ્યું કે, મેં સર્વ લોક સહિત દ્વારકાને બાળી નાખવાનું નિયાણું કરેલ છે. તેથી તેમાં કંઈ ફેર નહીં પડે, માત્ર તમને બંનેને હું જવા દઈશ. દ્વૈપાયન મૃત્યુ પામીને અગ્રિકુમાર દેવ થયા. પૂર્વનું વૈર સંભાળીને દ્વારિકામાં આવ્યા. ત્યાં સર્વે લોકો આયંબિલ આદિ તપધર્મમાં સ્થિત હતા. તેથી કંઈ ન કરી શક્યો. બારમાં વર્ષપર્યત દ્વૈપાયન દ્વારિકાની ફરતે ભમતો રહ્યો. પછી લોકોએ વિચાર્યું કે, કૈપાયન ભ્રષ્ટ થઈને નાસી ગયો છે. લોકો તપ છોડીને સ્વેચ્છાચારી બન્યા. દ્વૈપાયનને અવકાશ મળ્યો. કૈપાયને સંવર્ત વાયુ વિફર્થો, તેનાથી કાષ્ઠ–તૃણ વગેરે દ્વારિકામાં ઘસડાઈને આવવા લાગ્યું. સમગ્ર વારિકાને કાષ્ઠ વડે ભરી દીધી. પછી અગ્નિ પ્રગટાવી દ્વારિકાને ભસ્મ કરી દીધી – ૮ – ૮ – ૮ – ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :ઠા ૩૬૦ની વૃ અંત ૨૦, ઉવ. ૪૫ દસ નિ પ૬ + વ સ ચૂ. ૪૧; ૦ નારાયણ, રામગુપ્ત, બાહક આદિ અન્યતીર્થિની કથા :– (ખરેખર આમાં કોઈ કથા છે જ નહીં માત્ર અન્યતીર્થિકોએ વાદમાં રજૂ કરેલોપોતાના પક્ષ છે. જે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy