SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સમ. ૧૫ની વૃ; ઠા ૯૬૧ની ; આવ.ચૂ૧૫ ૨૭૨ થી ૨૭૪; કલ્પસૂત્રભગવંત મહાવીર ચરિત્ર–ઉપસર્ગ કથા—વૃત્તિ * * * ૦ મહિષ/પાડાની કથા ઃ (આ કથા માટે દૃષ્ટાંત વિભાગમાં કુંકણકની કથા જોવી) પાડો પૂર્વભવના જ્ઞાનથી ભક્તપ્રત્યાખ્યાન કરીને દેવલોકે ગયો– ૦ આગમ સંદર્ભ : દાનિ ૧૭૬ની વૃ; × × આગમ કથાનુયોગ–૬ આવ.નિ. ૪૬૧ની ૬; આવમo ૨૬૦, ૨૬૧; ૦ સર્પની લઘુ કથા : બે મહાવિષ—ઘોર એવા સર્પો હતા. જિનવચન સાંભળી અનુશિષ્ટ બનેલા. તેઓએ ગૃહીધર્મ અંગીકાર કર્યો. કૌશિકાશ્રમે બિલમાં મુખ રાખીને રહ્યા. ત્યારે લોકો તેમને દેવતુલ્ય માની પૂજા કરવા લાગ્યા, ઘી આદિનું વિલેપન કરતા હતા. તેને કારણે ખેંચાઈને આવેલી કીડીઓએ તે સર્પોના શરીરને ચાલણી જેવું કરી દીધું. ત્યાંથી મૃત્યુ પામીને એક સર્પ વિદ્યુત્ જેવા ચમકતા શરીરવાળો સર્પ થયો બીજો સર્પ નંદનકુળમાં બલ નામનો મહર્ક્ટિક યક્ષ થયો. ૦ આગમ સંદર્ભ : મરણ. પરર, ૫૨૩; * - * — ૦ હાથીની લઘુકથા : સિંહસેન નામે એક રાજા હતો. તે મૃત્યુ પામીને શ્રેષ્ઠ હાથી થયા. જો તેનું ચરિત્ર સાંભળવામાં આવે તો કયો મનુષ્ય તપમાં પ્રમાદ કરે ? રાજાને સર્પના ડસવાથી તે શઘ્રકી વનમાં મૃત્યુ પામ્યો. ત્યારપછી તે સુપ્રશસ્ત ગંધહસ્તી થયો. ત્યાં કોઈ વખત સિંહચંદ્રમુનિ પધાર્યા. તેમને પ્રતિમા ધ્યાને રહેલા જોઈને તે હાથી પ્રતિબોધ પામ્યો. સંવેગવાન થયો, પ્રાણવધ, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરીગ્રહથી નિવૃત્ત થયો. રાગદ્વેષથી નિવૃત્ત થઈને છટ્ઠ-છટ્ઠનું તપ કરતો. પારણે પણ તાપથી તપીને અચિત્ત થયેલ પાણી વડે પોતાને તૃપ્ત કરતો હતો. તપશ્ચર્યાથી તેનું શરીર માંસરહિત અને ધમનિ—શીરા દેખાતી હોય તેવું થઈ ગયું. અલ્પપ્રાણ જણાતા તે મુનિના ઉપદેશને ચિંતવવા લાગ્યો. કોઈ દિવસે ઉનાળામાં પાણી પીવા જતાં તે કાદવમાં ફસાઈ ગયો. ત્યારે પૂર્વ વૈરી કુર્કુટજાતિના સર્પે તેને ડંશ દીધો. ત્યારે મૃતઃપ્રાય બનેલા હાથીએ જિનવચનો સંભારીને ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો. ભાવ વડે જિનેશ્વર પરમાત્માને નમસ્કાર કર્યા. ત્યારે વિસ્મિત થયેલા વ્યંતરદેવે આવીને તેનો પૂજા સત્કાર કર્યો, તે હાથી એ સમ્યક્ રીતે આ વેદનાને સહન કરી. કાળધર્મ – મૃત્યુ પામી સાતમા દેવલોકે શ્રી તિલક વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ થયો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy