SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૦ ઉત્તર દિશાવર્તી શંતરેન્દ્રોની બત્રીશ દેવીની કથા : ઉત્તર દિશાવર્તી આઠ વ્યંતરેન્દ્ર :- (૧) મહાકાલ, (૨) પ્રતિરૂપ, (૩) માણિભદ્ર, (૪) મહાભીમ, (૫) કિંપુરુષ, (૬) મહાપુરુષ (૭) મહાકાય અને (૮) ગીતયશ – આ આઠે વ્યંતરેન્દ્રોની ઉપર જણાવ્યા મુજબ કમલા, કમલપ્રભા આદિ અનુક્રમે પ્રત્યેકની ચાર–ચાર અર્થાત્ કુલ બત્રીશ દેવીઓ હતી. શેષ સર્વ કથા ઉપરોક્ત કમલા, કમલ પ્રભા સમાન જ જાણવી. પ્રત્યેક દેવી પૂર્વભવે સાકેત નગરના અલગ-અલગ ગાથાપતિની કન્યાઓ હતી. બત્રીશે કન્યાઓએ દીક્ષા લીધી. કાળધર્મ પામી મહાકાળ આદિ આઠે પ્રત્યેક વ્યંતરેન્દ્રોની ચાર–ચાર અમહિષીઓ બની. ભગવંત મહાવીર સન્મુખ ઉપસ્થિત થઈ નૃત્યવિધિ દર્શાવી પાછી ફરી. (કથા કમલા, કમલપ્રભા આદિ શ્રમણી મુજબ જાણવી) ૦ આગમ સંદર્ભ :ઠા ૨૮૭; ભગ ૪૮૯; નાયા ૨૩૪; – ૪ – ૪ – ૦ સૂર્યપ્રભા આદિ ચાર દેવીઓની કથા : (૧) સૂર્યપ્રભા, (૨) આતપા, (૩) અર્ચિમાલી, (૪) પ્રથંકર. આ ચારે સૂર્યની અગમહિષી–દેવીઓ હતી. ભગવંત મહાવીર સન્મુખ પ્રગટ થઈ - યાવત્ – નૃત્યવિધિ દર્શાવી પાછી ફરી. પૂર્વભવે અરસુરી નગરીના જુદા જુદા ગાથાપતિઓની પુત્રી હતી, ભગવંત પાર્શ્વ સમીપે દીક્ષા લીધી, આર્યા પુષ્પચૂલાની શિષ્યા બની, કાળધર્મ પામીને સૂર્યની અગમહિષીઓ બની. (ઇત્યાદિ કથા શ્રમણી વિભાગમાં સૂર્યપ્રભા, આતપા, અર્ચિમાલી અને પ્રભંકરા શ્રમણીઓની કથામાં જોવી. ૦ આગમ સંદર્ભ :ઠા ૨૮૭; ભગ૪૮૯; નાયા. ૨૩૫; જીવા. ૩ર૧; સૂર. ૧૨૬; ચંદ. ૧૩૦ જંબૂ ૩૫૫; – ૪ – ૪ - ૦ ચંદ્રપ્રભા આદિ ચાર દેવીઓની કથા : (૧) ચંદ્રપ્રભા, (૨) જ્યોત્સનાભા, (૩) અર્ચિમાલી, (૪) પ્રભંકરા. આ ચારે ચંદ્રની અગમહિષીઓ હતી. ભગવંત મહાવીર સન્મુખ પ્રગટ થઈ – થાવત્ – નૃત્યવિધિ દર્શાવી પાછી ફરી. પૂર્વભવે મથુરા નગરી નિવાસી ચાર અલગ અલગ ગાથાપતિઓની પુત્રીઓ હતી. ભગવંત પાર્શ્વ સમીપે દીક્ષા લીધી, આર્યા પુપયુલાની શિષ્યા બની, કાળધર્મ પામીને ચંદ્રની અગમહિષીઓ બની. (ઇત્યાદિ કથા શ્રમણી વિભાગમાં ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી અને પ્રભંકરા શ્રમણીની કથામાં જોવી) ૦ આગમ સંદર્ભ :ઠા ૨૮૭, ભગ. ૪૮૯; નાયા. ૨૩૬; જીવા. ૩૧૯; સૂર. ૧૨૬; ચંદ. ૧૩૦; જંબૂ ૩૫૧; – – –
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy