________________
દેવ-દેવી કથા
૦ ઇલા આદિ છ દેવીઓની કથા :
(૧) ઇલા, (૨) સતેરા, (૩) સૌદામિની, (૪) ઇન્દ્રા, (૫) ધના, (૬) વિદ્યુતા.
આ છ એ દેવીઓ ધરણેન્દ્રની અગમહિષીઓ છે. પૂર્વભવે ઇલા, સતરા, સૌદામિની, ઇન્દ્રા, ધના અને વિદ્યુતા અલગ-અલગ ગાથાપતિઓની પુત્રીઓ હતી. તેઓએ ભગવંત પાર્શ્વની સમીપે દીક્ષા લીધી. આર્યા પુષ્પચૂલાના શિષ્યાઓ બન્યા. કાળધર્મ પામીને ધરણેન્દ્રની અગમહિષીરૂપે ઉત્પન્ન થઈ. ભગવંત મહાવીરના દર્શન–વંદનાર્થે આવી, નૃત્યવિધિ પ્રદર્શિત કરી પાછી ગઈ.
(આ છ એ દેવીઓનો પરિવાર, પૂર્વભવ, સ્થાન, સ્થિતિ, પૂર્વભવનું ભ્રમણીપણું, ભાવિમાં મહાવિદેહ મોલ ઇત્યાદિ તેમની–તેમની કથાઓમાં આવી ગયેલ છે. કથા જુઓ – ઇલા, સતેરા, સૌદામિની, ઇન્દ્ર, ધના અને વિદ્યુતાશ્રમણી – શ્રમણી વિભાગમાં આ કથા છે.)
૦ આગમ સંદર્ભ :– ઠા. ૫૫૯; ભગ. ૪૮૯;
નાયા. ૨૨૬ પુષ્ક. ૨; આવયૂ.૧–૪૮૪;
આવ.નિ. ૮૪૬ની વૃ – ૪ – ૪ – ૦ વેણુદેવ આદિ આઠ ભવનપતિ ઇન્દ્રોની અમહિષીની કથા :
- વેણુદેવ, હરિ, અગ્નિશિખ, પૂર્ણ, જલકાંત, અમિતગતિ, વેલંબ અને ઘોષ એ ભવનપતિના આઠ ઇન્દ્રોની છ–છ અગ્રમહિષીઓ કહી છે. છ એ અગમહિષીઓના નામ અને કથા બધું જ ધરણેન્દ્રની છ એ અગમહિષીઓ અર્થાત્ – ઈલા, સતરા, સૌદામિની, ઇન્દ્ર, ધના અને વિદ્યુતા – અનુસાર જાણવું અર્થાત્ ધરણ આદિ નવે ઇન્દ્રોની આ ઇલા આદિ નામની જ છ–છ અલગ અલગ દેવીઓ છે બધી (ચોપને ચોપન દેવીઓની કથા એક સમાન છે. જે ધરણેન્દ્રની ઇલા આદિ દેવી અનુસાર જાણવી. (જો કે ઠાણાંગ અને ભગવતી સૂત્રમાં આ નામોમાં થોડા ફેરફાર છે, તે નોંધપાત્ર છે.)
૦ આગમ સંદર્ભ :ઠા. ૫૫૯; ભગ. ૪૮૯;
નાયા. ૨૨૬; પુફ. ૨; આવ.પૂ.૧–પ્ર. ૪૮૪;
આવ.નિ. ૮૪૬ની વૃ; — — — — — ૦ રૂપા આદિ છ દેવીઓની કથા :
(૧) રૂપા, (૨) સુરપા, (૩) રૂપાંશા, (૪) રૂપકાવતી, (૫) રૂપકાંતા (૬). ઉપપ્રભા.
આ છએ દેવીઓ ભૂતાનંદની અગમહિષીઓ છે. પૂર્વભવે તે રૂપા, સરૂપા આદિ નામની અલગ–અલગ ગાથાપતિની કન્યાઓ હતી. આ છ એ કન્યાએ ભગવંત પાર્શ્વ સમીપે દીક્ષા અંગીકાર કરેલી. બધી જ આર્યા પુષ્પચૂલાની શિષ્યાઓ બની. કાળધર્મ પામીને રૂપા આદિ છ એ શ્રમણીઓ ભૂતાનંદ ઇન્દ્રની અગ્રમહિષીઓરૂપે ઉત્પન્ન થઈ. ભગવંત મહાવીરના દર્શન– વંદનાર્થે આવી. ભગવંત સન્મુખ નૃત્યવિધિ પ્રદર્શિત કરીને પાછી ગઈ.
(રૂપા આદિ છે એ દેવીઓનો પરિવાર, નિવાસ સ્થાન, આયુ, પૂર્વભવ, પૂર્વભવનું ભ્રમણીપણું,