________________
૭૮
આગમ કથાનુયોગ-૨
(૪) ચોથા કલ્પ માહેન્દ્ર, (૫) પાંચમાં કહ્યું બ્રહ્મ, (૬) છઠા કલ્પે લાંતક, (૭) સાતમાં કલ્પ મહાશુક્ર (૮) આઠમા કલ્પ સહસ્ત્રાર, (૯) નવમા અને દશમાં આનત અને પ્રાણત કલ્પનો પ્રાણત નામે ઇન્દ્ર, (૧૦) અગિયારમાં આરણ અને બારમાં અશ્રુત બંને કલ્પનો એક એવો અય્યત નામે ઇન્દ્ર. આ રીતે બાર વૈમાનિકોના દશ ઇન્દ્રો થયા.
– ૪ – ૪ – ક દેવીઓની કથાઓ :
(અત્રે દેવીઓની જે કોઈ કથા છે તે બધી કથા પૂર્વે–પૂર્વ મુખ્યત્વે શ્રમણી વિભાગમાં અને કોઈક કોઈક કથા દેવી રૂપે આવી જ ગયેલી છે. તેથી આ બધી કથાની સંક્ષિપ્ત નોધ અને સંદર્ભ માત્ર જ અત્રે આપેલા છે.) (ચોસઠ ઇન્દ્રોની માફક છપ્પન દિકકુમરીની પણ નોંધ જ આપેલી છે કે પૂર્વે તીર્થકર ભગવંતના જન્મકલ્યાણક અવસરે તેમની કથામાં વિસ્તારપૂર્વક આ છપ્પન્ન છપ્પન્ન દિકકુમારીનું સ્થાન–નામ અને કર્તવ્યની કથા અપાઈ જ ગયેલી હોવાથી આ વિભાગમાં તેનું પુનરાવર્તન કરેલ નથી.) ૦ કાલી આદિ પાંચ દેવીઓની કથા :
(૧) કાલીદેવી (૨) રાજીદેવી (૩) રજનીદેવી (૪) વિદ્યુતદેવી (૫) મેધાદેવી.
અમરેન્દ્રની અગ્રમહિષી એવી આ પાંચ દેવીઓ છે. પૂર્વભવે કાલી, રાજી રજની, વિદ્યુતું અને મેધા એ પાંચે શ્રમણીઓ હતા. પાંચેની દીક્ષા ભગવંત પાર્થની સમીપે થઈ, પાંચે કન્યા પુષ્પચૂલા આર્યાની શિષ્યાઓ બન્યા. કાળધર્મ પામીને ચમરેન્દ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ. (આ પાંચે દેવીઓનો પરિવાર, નિવાસસ્થાન, પૂર્વભવ, પૂર્વભવનું ભ્રમણીપણું, ભગવંત મહાવીરના વંદન-દર્શનાર્થે આવવું અને નૃત્યવિધિ દર્શાવી પાછા જવું, તેમનું આયુષ્ય અને ભાવિમાં મહાવિદેહે મોક્ષપર્યંતનું વર્ણન તેમની તેમની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ કાલી, રાજી, રજની, વિદ્યુત અને મેધા શ્રમણી. – શ્રમણી વિભાગમાં આ કથા અપાઈ ગયેલ છે.
૦ આગમ સંદર્ભ :ઠા. ૪૩૭; ભગ. ૪૮૮;
નાયા. ૨૨૦ થી ૨૨૪;
– ૪ - ૪ - ૦ શુંભા આદિ પાંચ દેવીઓની કથા :
(૧) શુંભા, (૨) નિશુંભા, (૩) રંભા, (૪) નિરંભા, (૫) મદના.
બલીન્દ્રની અગ્રમડિષી એવી આ પાંચ દેવીઓ છે. પૂર્વભવે શુંભા, નિશુંભા, રંભા, નિરંભા અને મદના આ પાંચે શ્રમણીઓ હતા. પાંચે કન્યાની દીક્ષા કાલીની માફક ભગવંત પાર્શ્વનાથ પાસે થઈ. આર્યાપુષ્પચૂલાના શિષ્યાઓ બન્યા. કાળધર્મ પામીને બલીન્દ્રની અગમહિષીઓ રૂપે ઉત્પન્ન થઈ.
(આ પાંચે દેવીઓનો પરિવાર, નિવાસસ્થાન, પૂર્વભવ, પૂર્વભવનું ભ્રમણીપણું, તેમનું આયુષ્ય, ભાવિમાં મહાવિદેહે મોક્ષ તથા દેવીના ભાવમાં ભગવંત મહાવીર સન્મુખે પ્રગટ થઈને નૃત્યવિધિનું પ્રદર્શન આદિ તેમની–તેમની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – શુંભા, નિશુંભા, રંભા, નિરંભા અને મદના – પાંચે કથાઓ શ્રમણી વિભાગમાં આવી ગયેલ છે.)
૦ આગમ સંદર્ભ :ઠા. ૪૩૭;
નાયા. રર૫;
ભગ. ૪૮૯;