SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૭૭ સમવાયાંગના બત્રીશમાં સમવાયમાં વાણવ્યંતરોના ઇન્દ્રોનો ઉલ્લેખ નથી. તેથી ત્યાં બત્રીશ ઇન્દ્રોના જ નામો આપ્યા છે. આ ચોસઠ ઇન્દ્રો સંબંધી વિપુલ માહિતી ઉક્ત આગમોમાં તેમજ દેવેન્દ્ર સ્તવ, જંબૂતીપ પ્રાપ્તિ આદિમાં આવે છે. પણ ત્યાં કથા વસ્તુ નથી. કથા સ્વરૂપે આ ચોસઠ ઇન્દ્રોનો ઉલ્લેખ વિવિધરૂપે બે પ્રકારના પ્રસંગોમાં જોવા મળેલ છે. (૧) ભગવંતના જન્મ દીક્ષા, નાણ અને નિર્વાણના કલ્યાણકોમાં અને (૨) ભગવંત મહાવીરની કથામાં તેમની છદ્મસ્થી અવસ્થા દરમ્યાન તેમજ ઉપસર્ગો દરમિયાન વિવિધ ઇન્દ્રો ભગવંતની સુખશાતા પૃચ્છા માટે આવેલા ત્યાં-ત્યાં કથાસ્વરૂપ છે. અત્રે અમે માત્ર ચોસઠ ઇન્દ્રોનો નામોલ્લેખ કરીએ છીએ. શક્રેન્ડ, ઇશાને, ચમરેજની કથા પૂર્વ અપાઈ ગઈ છે. બાકીના કથાપ્રસંગો કે કલ્યાણકોમાંની તે–તે ઇન્દ્રોની ઉપસ્થિતિ તીર્થકર ચરિત્રમાં અપાયેલી ભગવંત ઋષભ કથા, ભગવંત મલી કથા, ભગવંત મહાવીર કથામાં જોવા. તેમાં પણ ભગવંતની છદ્મસ્થાવસ્થાના વિહાર અને ઉપસર્ગ વર્ણન પાસે કોઈ જવું ચોસઠ ઇન્દ્રોના નામો : ૦ આગમ સંદર્ભ :ઠા ૯૮; સમ ૧૦૮; - ભવનપતિના વિશ ઇન્દ્રો : (૧) અસુરકુમારેજના બે – ચમર અને બલિ, (૨) નાગકુમારેન્દ્રના બે – ધરણ અને ભૂતાનંદ, (૩) સુવર્ણકુમારેન્દ્રના બે – વેણુદેવ અને વેણુદાસી, (૪) વિદ્યુતું. કુમારેન્દ્રના બે – હરિ અને હરિસ્સહ, (૫) અગ્રિકુમારેન્દ્રના બે – અગ્રિશિખ અને અગ્રિમાણવ, (૬) દ્વીપકુમારેન્દ્રના બે – પૂર્ણ અને વાશિષ્ઠ, (૭) ઉદધિ કુમારેન્દ્રના બે – જયકાંત અને જલપ્રભા (૮) દિકકુમારેન્દ્રના બે – અમિતગતિ અને અમિતવાહન, (૯) વાયુકુમારેન્દ્રના બે – વેલંબ અને પ્રભંજન તથા (૧૦) સ્વનિતકુમારેન્દ્રના બે – ઘોષ અને મહાઘોષ. આ રીતે દશ ભવનપતિના બળે મળી કુલ વીશ ઇન્દ્રો થાય. - વ્યંતરોના બત્રીશ ઇન્દ્રો : (૧) પિશાચેન્દ્ર બે – કાળ અને મહાકાળ, (૨) ભૂતેન્દ્ર બે – સુરૂપ અને પ્રતિરૂપ, (૩) યક્ષેન્દ્ર બે – પૂર્ણભદ્ર અને માણિભદ્ર, (૪) રાક્ષસેન્દ્રના બે – ભીમ અને મહાભીમ, (૫) કિન્નરેન્દ્ર બે – કિન્નર અને કિંગુરુષ, (૬) કિંગુરુષેન્દ્ર બે – પુરુષ અને મહાપુરુષ, (૭) મહોગેન્દ્ર બે – અતિકાય, મહાકાય, (૮) ગંધર્વેન્દ્ર બે – ગીતરતિ, ગીતયશ. (૯) અણપત્રિકેન્દ્ર બે – યથાસન્નિહિત અને સામાન્ય, (૧૦) પણપત્તિકેન્દ્ર બે – ધાત અને વિહાત, (૧૧) ઋષિવાદીન્દ્ર બે – ઋષિ અને ઋષિપાલક, (૧૨) ભૂતવાદીન્દ્ર બે – ઈશ્વર અને મહેશ્વર, (૧૩) ક્રન્જિતેન્દ્ર બે – સુવત્સ અને વિશાળ, (૧૪) મહાક્રન્દિતેન્દ્ર બે – હાસ્ય અને હાસ્યરતિ, (૧૫) કુષ્માંડેન્દ્ર બે – શ્વેત અને મહાશ્વેત, (૧૬) પતંગેન્દ્ર બે – પતય અને પતયપતિ. આ રીતે સોળ વ્યંતરોના બલ્બ મળી કુલ બત્રીશ ઇન્દ્રો થયા. – જ્યોતિશ્કેન્દ્ર બે – (૧) ચંદ્ર અને (૨) સૂર્ય – વૈમાનિક ઇન્દ્ર – દશ : (૧) સૌધર્મકલ્પ શક્ર, (૨) ઇશાનકલ્પ ઇશાન, (૩) ત્રીજા કહ્યું સનસ્કુમાર,
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy