SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૬ બુદ.ભા. ૧૩૫૧ + 9 આવ.નિ. ૧૧૯૪ની છે આવ..૧–પૃ. ૫૫૯, ૨-૫. ૧૭૭, ૧૭૮; નદી. ૧૦૭ની વૃક ૦ લલિતાંગ દેવની કથા :– ભગવંત ઋષભદેવના એક પૂર્વભવે તેઓ ઇશાન કલ્પ લલિતાંગ નામે દેવ હતા. તેની અગ્રમહિષી (પટ્ટરાણી) સ્વયંપ્રભા હતી. તેઓ યુગધર આચાર્યની વંદનાર્થે એક વખત ગયેલા હતા. (આ કથા ભગવંત ઋષભદેવ અને શ્રેયાંસકુમારના પૂર્વભવોના સંબંધના વર્ણનમાં વિસ્તારથી આવી ગયેલ છે. કથા જુઓ ભગવંત ઋષભ) ૦ આગમ સંદર્ભ:આવ.યૂ.૧-મૃ. ૧૬૫, ૧૭૪, ૧૭૭; આવ.મ..૫. ૧૫૭ થી ૧૫૯, કલ્પસૂત્ર–ઋષભચરિત્રની વૃત્તિ. – ૪ — — ૦ હિંદુકયક્ષની કથા - વાણારસી નગરીમાં તિંદુક નામનું વન હતું. તે વનમાં સિંદુક નામક યક્ષનું યશાયતન હતું. તેને ગંડીતંદુક યક્ષ પણ કહેતા હતા. ત્યાં તપ અને આરાધના કરી રહેલા હરિકેશમુનિના ગુણોથી તે ઘણો જ પ્રભાવિત થયો હતો. જ્યારે કોશલ રાજાની પુત્રી ભદ્રાએ હરિકેશમુનિની ગંછા કરી ત્યારે હિંદકયલે તેણીને શિક્ષા કરીને ઠેકાણે લાવી દીધેલી. રદ્રદેવના યજ્ઞમાં ભિક્ષાર્થે ગયેલા મુનિને જ્યારે રકદેવના શિષ્યોએ વિડંબના પહોંચાડી ત્યારે પણ આ યક્ષે તેમને હથ–મથિત કરી દીધા. (આ કથા વિસ્તારથી હરિકેશબલ શ્રમણની કથામાં જોવી.) ૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૩૬૦ થી ૪૦૬; ઉત્ત.નિ. ૩૨૩ + વૃ ઉત્ત.યૂ.પૃ. ૨૦૨, ૨૦૩; – દેવોની કથાની અંતે કંઈક : અહીં દેવોના કથાનક સ્વરૂપ જ અમારું કાર્યક્ષેત્ર હોવાથી દેવોસંબંધી અન્ય–અન્ય હકીકતોને આશ્રિને કોઈ જ દેવનું કે તે-તે દેવોના સ્થાન, અવધિવિષય, ભવન, વિમાન દેવીઓ આદિને અમે નોંધેલ નથી. અન્યથા જીવાજીવાભિગમનો દેવ અધિકાર, પ્રજ્ઞાપના સૂત્રમાં દેવો વિષયક અનેક સ્થાને કથન, ભગવતીજીમાં દેવ સંબંધે ગૌતમસ્વામી આદિના વિવિધ પ્રશ્નોત્તરો આદિ, સ્થાનાંગ અને સમવાયાંગમાં દેવોની નાની-નાની હકીકતોનું તેતે સ્થાન કે સમવાય આશ્રિત ટૂંકા વર્ણનો આવે જ છે. તે બધાંને એકત્ર કરીએ ત્યારે કથાનુયોગને બદલે દેવકોશ તૈયાર થઈ જાય. - બીજું અનેક શ્રમણ-શ્રમણી આદિ કાળધર્મ બાદ દેવ થયાનો ઉલ્લેખ આવે છે પણ ત્યારપછીની કોઈ કથા ન હોય તો તેનો ઉલ્લેખ અહીં અલગ કર્યો નથી. – કોઈ—કોઈ દેવકથા દૃષ્ટાંત ઉપનય કે અન્ય વિભાગનો વિષય હોય તો અહીં તેની નોંધ ન થઈ હોય કે છૂટી પણ ગઈ હોય તેવો સંભવ છે. – ચોસઠ ઇન્દ્રો વિશે કંઈક : ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના બધાં મળીને ચોસઠ ઇન્દ્રો પ્રસિદ્ધ છે. જો કે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy