SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૭૫ અને જુઓ સાગરચંદ્રકથા – શ્રાવક વિભાગમાં) ૦ આગમ સંદર્ભ :મરણ. ૪૩૪; બુe.ભા. ૧૭૨ + . આવનિ ૧૩૪ની વ ૦ મુદ્ગરપાણી યક્ષની કથા : રાજગૃહી નગરીના પુષ્પારામમાં જેનું મંદિર હતું તેવો એક યક્ષ કુળ પરંપરાથી અર્જુનમાળી તેની પૂજા કરતો હતો. કોઈ વખતે તેના જ મંદિરમાં લલિતા ગોષ્ઠીના છ પુરુષોએ અર્જુનમાળીને બાંધીને, અર્જુન માળીની બંધુમતીને ભોગવી ત્યારે કલ્પાંત – કકળાટ કરતા અર્જુન માળીના શરીરમાં મુગરપાણી યક્ષે પ્રવેશ કર્યો. સાતેને મારી નાંખ્યા, પછી તે રોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ સાતની હત્યા કરવા લાગ્યો. – ૪ – ૪ – સુદર્શક શ્રાવકના તપ તેજને સહન ન કરી શકવાથી તે અર્જુન માળીના શરીરને છોડીને ચાલ્યો ગયો. (આ કથા અર્જુન માળી શ્રમણમાં વિસ્તારથી આવી છે.) ૦ આગમ સંદર્ભ :અંત. ર૭, ઉત્તનિ ૧૧૦ + ૬ ઉત્ત.ચૂ. ૭૦; – ૪ – ૪ – ૦ કમલદલ યક્ષની કથા : નમસ્કાર મહામંત્રનું માહાઓ દર્શાવતું આ અતિ લઘુ દષ્ટાંત છે. ભક્તપરિજ્ઞા નામક આગમ સૂત્રની ગાથા-૭૮માં સંક્ષિપ્ત ઉલ્લેખ છે. ખરાબ કાર્ય કરનારો એવો મહાવત, જેને ચોર કહીને શૂળીએ ચડાવવામાં આવેલો હતો, તે પણ “નમોનિણાણે' કહીને શુભધ્યાનમાં મૃત્યુ પામ્યો તો કમલપત્ર જેવી આંખવાળો “કમલદલ” નામે યક્ષ થયો. ૦ આગમ સંદર્ભ :ભરૂ. ૭૮; ૦ પુષ્પવતી દેવની કથા : પુષ્પપુરના રાજા પુષ્પકેતુની પત્ની (રાણી)નું નામ પુષ્પવતી હતું. તેમને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામના પુત્ર અને પુત્રી હતા. જ્યારે રાજાએ આ બંને ભાઈબહેનની પરસ્પર પ્રીતિ જોઈ અને બંનેના લગ્ન કર્યા ત્યારે તેના આ અકાર્યથી વ્યથિત થઈને યુવતીએ દીક્ષા અંગીકાર કરેલી. જે મૃત્યુ બાદ પુષ્પાવતી દેવ થઈ. પુષ્પવતી દેવે સ્વપ્નમાં પુષ્પચૂલાને નરકના અને સ્વર્ગના દુઃખ તથા સુખ કેવા કેવા હોય તેનું દર્શન કરાવી પ્રતિબોધ પમાડી દીક્ષાના માર્ગે વાળી. (આ કથા વિસ્તારથી બે સ્થાને આવેલ છે. (૧) અર્ણિકાપુત્ર આચાર્યની કથામાં શ્રમણ વિભાગમાં અને (૨) પુષ્પચૂલા શ્રમણીની કથામાં શ્રમણી વિભાગમાં) ૦ આગમ સંદર્ભ :
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy