SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૭૩ ૦ પ્રભાવતી દેવની કથા - વિતીજય નગરના ઉદાયનની પત્ની (રાણી) પ્રભાવતી હતી. તેણીએ વ્રત ભંગ થવાને કારણે ગૃહત્યાગ કરી દીક્ષા લીધી. મૃત્યુ બાદ તે દેવ થયો. પ્રભાવતી દેવે આવીને ઉદાયન રાજાને પ્રતિબોધ કર્યો. ઉદાયનને દીક્ષાના માર્ગે વાળ્યો. (આ કથા શ્રમણ વિભાગમાં ઉદાયન રાજર્ષિની કથામાં આવેલ છે. કથા જુઓ ઉદાયન, આ કથા પ્રભાવતી શ્રમણીની કથામાં પણ આવેલ છે. કથા જુઓ પ્રભાવતી. ૦ આગમ સંદર્ભ :ભગ. ૫૮; પહા. ૨૦ ની વૃ; નિસી.ભા. ૩૧૮૩ની ચૂત આવયૂ.૧–પૃ. ૩૯૯, ૪૦૦; ર–પૃ. ૧૬૪; આવ.નિ. ૭૭૫ની ઉત્ત. ૫ + વૃ, – ૮ – – ૦ હુંડીક દેવની કથા : મથુરા નગરીમાં જિનદત્ત નામે શ્રાવક હતો. ત્યાં હુંડિક નામે ચોર હતો. તે નગરમાં ચોરી કરતો હતો. તે કોઈ દિવસે પકડાઈ ગયો. તેને શૂળીએ ચઢાવી દેવાયો. તે વખતે જિનદત્ત શ્રાવક તેની સમીપથી પસાર થઈ રહ્યો હતો. તે ચોરે કહ્યું કે, હે શ્રાવક ! તું અનુકંપક લાગે છે. મને ઘણી જ તૃષા લાગી છે. મને પાણી આપ. હું તરસથી પીડાઈ રહ્યો છું. ત્યારે શ્રાવકે તેને કહ્યું કે, તું આ નમસ્કાર મંત્ર ભણ. તું તેનું સ્મરણ કર એટલામાં હું પાણી લઈને આવું છું, જો તું નમસ્કાર સ્મરણ નહીં કરે તો પાણી લાવવા છતાં તને આપીશ નહીં. ત્યારે તે ચોર પાણીની લાલચમાં નમસ્કાર મંત્ર ભણવા લાગ્યો. શ્રાવક પણ પાણી લઈને આવ્યો. હમણાં જ પાણી પીવડાવું છે એમ કહીને નમસ્કાર મંત્રનો ઘોષ કર્યો. તેટલામાં તે ચોરનો જીવ નીકળી ગયો. તે ઠંડીક ચોર મૃત્યુ પામીને યક્ષદેવ થયો. તે વખતે ચોરને ફાંસી આપી ત્યાં ધ્યાન રાખતા રાજપુરુષોએ તે જિનદત્ત શ્રાવકને પકડી લીધો, તેઓ સમજ્યા કે આ હૂંડીક ચોરનો ભોજનદાયક છે. પકડીને લઈ ગયા. રાજા પાસે આ વાતનું નિવેદન કર્યું. રાજાએ આજ્ઞા કરી કે આને પણ શૂળીએ ચઢાવી દો. ત્યારે શૂળી પર તેના પર આઘાત કર્યો. તે જ વખતે હુંડીક યક્ષ દેવે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. તેણે પોતાના ઉપકારી શ્રાવકની અવદશા જોઈ. હુંડીક દેવે પર્વત ઉપાડીને (શીલા ઉપાડીને) નગરની ઉપર સ્થિત થયો ને બોલ્યો, આ શ્રાવક ભટ્ટારક છે. તમે જાણતા નથી. તેની ક્ષમાયાચના કરો, નહીં તો આ શિલાને નગર પર ફેંકીશ, સર્વેનું ચૂર્ણ કરી નાંખીશ. ત્યારે લોકો ભયભીત થયા. ક્ષમાયાચના કરી. પછી હુંડીક દેવનું આયતન કર્યું. આ નમસ્કાર મંત્રનું ફળ જાણવું. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૦૧૨ + ; આવ.યૂ.૧–પૃ. ૫૯૧; – ૮ – ૮ –
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy