________________
૭૨
આગમ કથાનુયોગ-૬
હતો. જિનવચનથી અનુશાસિત થયેલ તેને કૌશિકાશ્રમમાં શરીર કીડીઓ વડે ખવાઈ ગયું. ત્યારે તેણે આ વેદનાને સખ્યકૂતયા અધ્યાસિત કરી, પછી તે બલ નામે મહર્તિક યક્ષ થયો.
૦ આગમ સંદર્ભ :-- મરણ પરર;
૦ સંગમ દેવની કથા :
સંગમ નામથી પ્રસિદ્ધ એક દેવ. જ્યારે શક્રે દેવસભામાં ભગવંત મહાવીરની પ્રશંસા કરી ત્યારે ઇર્ષ્યાથી પીડાઈને તેણે ભગવંત મહાવીરને છ માસ સુધી ભયંકર ઉપસર્ગો કર્યા પણ ભગવંતને તે લોભિત કે ચલાયમાન ન કરી શક્યો. તેથી શક્રેન્દ્ર એ તેના પર કોપાયમાન થઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યો. ત્યારપછી તે મંદર પર્વત પરના શિખર પર રહ્યો. (આ સમગ્ર કથા ભગવંત મહાવીરમાં તેમના ઉપસર્ગોના વર્ણનમાં આવી ગયેલ છે.) કથા જુઓ ભગવંત મહાવીર.
૦ આગમ સંદર્ભ :આયા. ૨૦૭ની 9
ઠા ૩૯રની વૃ, આવ.નિ ૫૦૦ થી ૧૫ આવ.યૂ.૧–પૃ. ૩૧૧ થી ૩૧૪; કલ્પસૂત્ર–મહાવીર કથા–વૃત્તિ
૦ વિદ્યુમ્માલી દેવની કથા :
પંચશૈલ હીપનો એક યક્ષવિદ્યુમ્માલી દેવ હતો. તેને પાસા અને પ્રહાસા નામે બે દેવીઓ (પત્નીઓ) હતી, તે ઍવી ગયો – ૪ – ૪ – ૪ – પછી અનંગસેન કુમારનંદી નામનો સોની - – ૪ – હાસા પ્રહાસામાં મોહિત થઈને – ૪ – ૮ – આત્મહત્યા કરી, નિયાણું કરી વિદ્યુમ્માલી દેવ થયો. (આ કથા શ્રમણ વિભાગમાં ઉદાયન રાજર્ષિની કથામાં - કુમારનંદીના પ્રબંધમાં આવી ગયેલ છે. કથા જુઓ ઉદાયન રાજર્ષિ, આ કથા શ્રમણી વિભાગમાં પ્રભાવતી શ્રમણીની કથામાં પણ આવી ગયેલ છે. કથા જુઓ પ્રભાવતી.
૦ આગમ સંદર્ભ :નિશ.ભા. ૩૧૮૩ની વૃ;
આવ.૨.૧–પૃ. ૩૯૭; આવ.નિ ૭૭૫ની વૃ
– ૪ – ૪ – ૦ નાગીલ દેવ કથા :–
પૂર્વે ચંપાનગરીનો એક શ્રાવક હતો. તે કુમારનંદી સોનીનો મિત્ર હતો. આ સોની અનંગસેન નામે પણ ઓળખાતો હતો – ૪ – ૪ – ૪ – કુમારનંદીએ હાસા–પ્રહાસા દેવીને પ્રાપ્ત કરવા અગ્નિમાં બળી જઈને આત્મહત્યા કરી ત્યારે તેનાથી વ્યથિત થઈને નાગીલે દીક્ષા લીધી. ત્યારપછી કાળધર્મ પામીને તે અય્યત દેવલોકે દેવ થયો. તેણે વિદ્યુમ્માલીદેવ બનેલા પોતાના મિત્ર કુમારનંદીને પ્રતિબોધ કર્યો હતો. (આ સમગ્ર કથા ઉદાયન રાજર્ષિની કથામાં શ્રમણ વિભાગમાં આવી ગયેલ છે. કથા જુઓ ઉદાયન.
૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૩૧૮૪ની ચુ આવપૂ.૧–પૃ. ૩©, ૩૯૮ આવ.નિ. ૭૭૫ની વૃ