SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા આવે છે. તે ચંદ્રાવતંસક વિમાને રહે છે. તેને ચાર મુખ્ય અગમહિષીઓ છે – ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. તેનો ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાઓનો પરિવાર છે. તેની એક પલ્યોપમની સ્થિતિ છે. તે રાજગૃહીમાં ભગવંત મહાવીરને વંદનાર્થે આવેલ. ત્યાં ભગવંત સન્મુખ નૃત્યવિધિ દર્શાવીને ગયો. કૌશાંબીમાં પણ મૂળ વિમાને તે ભગવંત મહાવીરના દર્શનાર્થે આવેલ જે દસ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય હતું. આ વાત ભગવંત મહાવીર કથામાં આવી ગયેલ છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર, લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર, ધાતકી ખંડમાં બાર ચંદ્ર, કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્ર અને અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૭૨ ચંદ્ર આવેલા છે. પણ જ્યોતિર્મેન્દ્ર રૂપે ચંદ્ર તરીકે એક ચંદ્રનો જ ઉલ્લેખ થાય છે. ૦ ચંદ્રના પૂર્વભવની કથા : પૂર્વભવે તે અંગતિ નામે ગાથાપતિ હતો. ભગવંત પાર્થ પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ જ્યોતિર્મેન્દ્ર દેવ થયા. કથા જુઓ “અંગતિ” શ્રમણ. ૦ આગમ સંદર્ભ :ઠા ૯૭૫વૃ; સમ ૧૪૦, ૧૬૭, ભગ ૨૦૪, ૪૪૦ થી ૪૪૩, ૫૪૬ થી ૨૪૯, નાયા. ૨૩૬; જીવા. ૧૫, ૧૯૯, ૨૦૧, ૨૫૧, ૩૦૯ થી ૩૧૧, ૩૧૯; સૂર. ૫૫, ૧૧૭, ૧૧૯ થી ૧૨૧, ૧૨૬, ૧૨૯ થી ૧૯૨; ચંદ્ર. ૫૯, ૧૨૧, ૧૨૩ થી ૧૨૭, ૧૩૦, ૧૩૩ થી ૧૯૬; જંબૂ. ૨૫૦, ૨૫૧, ૨૬૯, ૩૩૮, ૩૫૫; પુફિ. ૪ + 4 દેવિં ૮૪, ૧૪૮ થી ૧૫૦, ૧૫૭ થી ૧૫૯; કલ્પ.દશ આશ્ચર્યવૃત્તિ – – ૪ – ૦ સૂર્યદેવની કથા :–૦- સંક્ષિપ્ત પરીચય : જ્યોતિષ્કનો એક ઇન્દ્ર સૂર્ય છે. તે શક્રના લોકપાલ સોમની આજ્ઞામાં રહે છે. તે સૂર્યાવયંસક વિમાનમાં રહે છે. તેને ચાર અગ્રમહિષી છે – સૂર્યપ્રભા, આતપાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. તેને પણ પોતાના સામાનિક દેવો વગેરે હોય છે. સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો, ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ હોય છે. પૃથ્વીથી ૮૦૦ યોજન ઊંચે તેનું સ્થાન છે. સૂર્યની સંખ્યા ચંદ્ર દેવ અનુસાર જ જાણવી ઇત્યાદિ..... સૂર્યના ૮૪ મંડલો કહ્યા છે. તે રાજગૃહીમાં ભગવંત મહાવીર સન્મુખ નૃત્યવિધિ પ્રદર્શિત કરીને વંદન-નમસ્કાર કરી પોતાના સ્થાને પાછો ફર્યો. કૌશાંબીમાં પણ તે મૂળ વિમાને ભગવંત મહાવીરના દર્શને આવેલ જેની ગણના ચંદ્રની જેમજ દશ આશ્ચર્યોમાંના એક આશ્ચર્યરૂપે થાય છે. આ વાત ભગવંત મહાવીરની કથામાં આવી ગયેલ છે. –૦- સૂર્યના પૂર્વભવની કથા : પૂર્વભવે તે સુપ્રતિષ્ઠ નામે ગાથાપતિ હતો, તેણે ભગવંત પાર્થ સમીપે દીક્ષા લીધી.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy