SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ૬ પહોંચ્યો. તેણે એક પગ પદ્મવરવેદિકા પર અને બીજો સુધર્મા સભામાં રાખ્યો. પછી જોરથી હુંકાર કરીને તેણે પરિઘરત્નથી ત્રણ વખત ઇન્દ્રકીલને આહત કરીને કહ્યું, તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ક્યાં છે ? ક્યાં છે તેના ૮૪,૦૦૦ સામાનિક દેવ ? યાવત્ – ક્યાં છે તેના ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવ ? ક્યાં ગઈ તે અપ્સરાઓ ? આજે જ હું બધાંને ખતમ કરી દઈશ. આ પ્રમાણે કરીને ચમરેન્દ્રએ તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનોહર અને કઠોર ઉગારો કાઢ્યા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર ચમરેન્દ્રના આ અનિષ્ટ – યાવત્ – અમનોજ્ઞ અને અશ્રુતપૂર્વ કર્ણકટુ વચન સાંભળીને અત્યંત કોપાયમાન થયો. કપાળ પર ત્રણ સળ પાડી, ભૃકુટી ચઢાવી શકેન્દ્રએ ચમરેન્દ્રને આ પ્રમાણે કહ્યું, ઓ ! અપ્રાર્થિત પ્રાર્થક – યાવત્ – હીનપુન્ય ચૌદશીયા ! ચમર ! આજ તું નહીં બચે. આજ તારી ખૈર નથી. એમ કહીને શક્ર સિંહાસનેથી ઉઠ્યો. - - ૬૪ ૦ શક્રેન્દ્ર દ્વારા વજ્ર ફેંકવું અને ચમરેન્દ્રનું ભગવંત શરણે જવું : : શક્રેન્દ્રએ પોતાનું વજ્ર ઉઠાવ્યું. તે જાજ્વલ્યમાન, વિસ્ફોટક, તડતડ શબ્દ કરતું હજારો ઉલ્કાઓ છોડતું, હજારો અગ્નિ જ્વાળાઓ છોડતું, હજારો અંગારા વિખેરતું, હજારો સ્ફૂલિંગોની જ્વાલાઓથી તેના પર દૃષ્ટિ પડતાં જ આંખો ચકાચૌંઘ થઈ જાય તેવું, અગ્નિથી અધિક દેદીપ્યમાન, અત્યંત વેગવાન, ખિલેલા કિંશુક ફૂલની સમાન, મહાભયાવહ અને ભયંકર વજ્રને અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો વધ કરવા છોડ્યું. ત્યારે તે ચમરેન્દ્રએ જ્યારે તે જાજ્વલ્યમાન યાવત્ – ભયંકર વજ્ર સામે આવતું જોયું, ત્યારે ત્યાંથી જવાની વિચારણા કરવા લાગ્યો, તેટલામાં તો તેના મુગટની કલગી ટૂટી ગઈ, હાથોના આભુષણ લબડી ગયા, પગ, હાથ, કાંખમાંથી પરસેવો ટપકવા લાગ્યો. તે અસુરેન્દ્ર ચમર ઉત્કૃષ્ટ – યાવત્ – દિવ્ય દેવગતિથી – યાવત્ - જ્યાં હું (મહાવીરસ્વામી) હતો ત્યાં આવ્યો. આવીને ભયભીત તથા ભયથી ગદ્ગદ્ સ્વરથી યુક્ત ચમરેન્દ્ર – ‘હે ભગવન્ ! મને આપ જ શરણરૂપ છો'' એમ બોલતો મારા બંને પગની વચ્ચે આવીને પડ્યો. - - - ૦ શક્રેન્દ્ર દ્વારા વજ્ર સંહરણ અને ભગવંતની ક્ષમા યાચના : યાવત્ તે જ સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ પ્રકારનો આધ્યાત્મિક મનોગત સંકલ્પ થયો કે, અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલા સામર્થ્યવાળો નથી. તેની શક્તિ નથી, તેનો વિષય પણ નથી કે તે અરિહંત ભગવંત, અરિહંત ચૈત્ય કે ભાવિતાત્મા અણગારના આશ્રય વિના સૌધર્મ ફલ્પે પહોંચે. નક્કી તેણે કોઈનો આશ્રય લીધો હશે. જો એમ હોય તો તે તથારૂપ અરિહંત આદિની મેં ફેંકેલા વજ્ર વડે અત્યંત આશાતના થતા મને મહાદુ:ખ થશે. એમ વિચારી શકે અવધિજ્ઞાન વડે મને જોયો – યાવત્ – પશ્ચાત્તાપ કરતો દિવ્ય દેવગતિથી વજ્ર પાછળ દોડ્યો. તેણે વજ્રનું સંહરણ કરી લીધું – યાવત્ – તેણે મને પ્રદક્ષિણા કરી, વંદન—નમસ્કાર કર્યા – યાવત્ – મારી ક્ષમાયાચના કરી. પછી અસુરેન્દ્રએ પણ ભગવંત સમક્ષ સપરિવાર દિવ્ય નૃત્યવિધિ દર્શાવી (આ વર્ણન પૂર્વે ભગવંત મહાવીરની કથામાં આવી ગયેલ છે. તેથી અહીં સંક્ષેપ કર્યો છે. કથા જુઓ ભગવંત મહાવીર).
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy