SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૫૩ ત્યારપછી પ્રાતઃકાળ થયો – યાવતુ – વલંત તેજ સાથે સહસ્રરશ્મિ સૂર્ય ઉદિત થયો ત્યારે સ્વયમેવ કાષ્ઠપાત્ર બનાવ્યા. પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર કરાવ્યું. કરાવીને સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા, પછી શુદ્ધ, પ્રાવેશ્ય, માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મૂલ્યવાનું આભુષણોથી શરીરને અલંકૃત્ કર્યું. ભોજન સમયે ભોજન મંડપમાં સુખાસને બેસીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનોની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનને ચાખતા–સ્વાદ લેતા, બીજાને પીરસતા અને ખાતા વિહરવા લાગ્યા. ૦ તામલી દ્વારા પ્રાણામા પ્રવજ્યા સ્વીકાર : તે તામલી ગૃહપતિએ ભોજન કર્યું. ભોજન બાદ મુખ સ્વચ્છ કર્યું, ધોયું અને પરમ શુદ્ધ થયો. પછી પોતાના મિત્રો, નિજક – યાવત્ – પરિજનોનું વિપુલ અશન આદિથી વસ્ત્ર, માળા, ગંધ, અલંકારોથી સત્કાર, સન્માન કર્યા. તેઓની સન્મુખ પોતાના મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો. પછી તે મિત્રો, જ્ઞાતિજનો – યાવત્ – મોટા પુત્રને પૂછીને મુંડિત થઈને પ્રાણામાં પ્રવજ્યા અંગીકાર કરી. પ્રવજ્યા લેતાની સાથે જ અભિગ્રહ લીધો– માવજીવન મારે છઠ–છઠ તપ કરવો – યાવત્ – તપસહિત ઊંચા હાથ કરીને, સૂર્ય સન્મુખ આતાપનાભૂમિમાં આતાપના લેતો વિચરણ કરે છે. છઠના પારણે આતાપનાભૂમિથી નીચે ઉતરે છે. સ્વયમેવ કાષ્ઠપાત્રોને લઈને તામ્રલિમી નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ સ્થિતિવાળો ઘરોમાં ગૃહ સામુદાનિક ભિક્ષા લેવાની વિધિપૂર્વક ભિક્ષા માટે ભ્રમણ કરે છે. માત્ર શુદ્ધ ચાવલ ગ્રહણ કરે છે. ચાવલને એકવીશ વખત ધુવે છે. તેનો આહાર કરે છે. ૦ પ્રાણામા પ્રવજ્યાનો અર્થ : હે ભગવન્! તેને પ્રાણામાં પ્રવજ્યા કેમ કહે છે ? હે ગૌતમ ! જે પ્રાણામા પ્રવ્રજ્યા લે છે, તે જેને પણ જુએ છે તેને અર્થાત્ – ઇન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, વૈશ્રમણ, આર્ય કે કોટ્ટક્રિયને અથવા રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહને અથવા કાગડો, કુતરો કે ચાંડાલને જોઈને ઉચ્ચને જોઈને ઉચ્ચ રીતે, નીચને જોઈને નીચી રીતિથી પ્રણામ કરે છે. જેને જે રીતે જુએ તેને તે રીતે પ્રણામ કરે છે. તે કારણથી તેને પ્રાણામાં પ્રવજ્યા કહેવાય છે. ૦ તામલી દ્વારા પાટોપ ગમન સંલેખના ગ્રહણ : ત્યારપછી તે તામલી મૌર્યપુત્ર તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગૃહિત બાલતપકર્મ દ્વારા સૂકાઈ ગયો – યાવત્ – તેની બધી નસો દેખાવા લાગી. એવો દુર્બળ થઈ ગયો. ત્યારે કોઈ દિવસે મધ્યરાત્રિએ અનિત્ય જાગરિકાથી જાગરણ કરતા તે બોલતપસ્વી તામલીને આવો સંકલ્પ – યાવત્ – ઉત્પન્ન થયો. હું આ ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહિત, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, શોભાયુક્ત, ઉગ્ર, ઉદાત્ત, ઉત્તમ, મહાપ્રભાવશાળી તપકર્મથી સૂકાઈ ગયો છું, રૂક્ષ થઈ ગયો છું – યાવતું – મારી બધી નસો દેખાવા લાગી છે. તેથી જ્યાં સુધી મારામાં ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે, પુરુષાકાર પરાક્રમ છે ત્યાં સુધી મારે શ્રેયસ્કર છે કે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy