SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર આગમ કથાનુયોગ-૬ વરસતી મેઘ ઘટાને અને પ્રચંડ વાયુ આંધીને જુએ. જોઈને તે કૂટાગાર શાળામાં પ્રવેશીને રહે. તે રીતે હે ગૌતમ ! તે દેવઘુતિ આદિ શરીરમાં ચાલી ગઈ. શરીરમાં પ્રવેશી ગઈ. હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઇશાને તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવપ્રભાવ કેવી રીતે પ્રાપ્ત કર્યો ? કઈ રીતે લબ્ધ કર્યો ? કઈ રીતે અધિગત કર્યો ? તે પૂર્વભવમાં કોણ હતો ? તેનું નામ અને ગોત્ર શું હતું? તે કયા ગામ કે નગર અથવા – થાવત્ – સન્નિવેશમાં રહેતો હતો ? તેણે શું આપેલું ? શું ભોગવેલું ? શું કરેલ હતું ? શું આચરેલું? કયા તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પાસે એક પણ એવું કયું આર્ય અને ધાર્મિક સુવચન શ્રવણ કે અવધારણ કરેલું? જે નિમિત્તે દેવેન્દ્ર દેવરાજ ઇશાને તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવ પ્રભાવ પ્રાપ્ત કર્યો કે પૂર્ણરૂપે અધિગત કર્યો? ૦ તામલિ મૌર્યપુત્ર અને તેની પ્રાણામાં પ્રવજ્યા ગ્રહણેચ્છા : હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જંબૂઢીપ નામક હીપના ભારતવર્ષમાં તામ્રલિપ્ત નામની નગરી હતી. તે નગરીમાં મૌર્યપુત્ર તાલી નામક ગૃહપતિ રહેતો હતો, જે આદ્ય – યાવત્ – અપરિભૂત હતો. ત્યારે કોઈ દિવસે તે મૌર્યપુત્ર તામલી ગૃહપતિને રાત્રિના મધ્યભાગમાં કુટુંબ જાગરિકામાં જાગરણ કરતા આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે, પૂર્વમાં કરેલ, પ્રાચીન સુઆચરિત, સુપરાક્રમયુક્ત, શુભ અને કલ્યાણરૂપ કરેલ કર્મોના કલ્યાણ ફળરૂપ પ્રભાવ હજી ઉદયમાન છે. જેનાથી મારા ઘરમાં હિરણ્યની, સુવર્ણની, ધનની, પુત્રોથી, પશુઓની વૃદ્ધિ થઈ રહી છે. વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, ચંદ્રકાંત મણિ, પ્રવાલ, માણિક આદિ સારભૂત ધનની પ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે. તો શું એકાંતરૂપે પૂર્વકૃત, પુરાતન, સુચારુરૂપે આચરિત, સુપરાક્રમયુક્ત, શુભ અને કલ્યાણરૂપ કૃત કર્મોના નાશની ઉપેક્ષા કરતો રહ્યો છું. હવે મારે શું કરવું ? જ્યાં સુધી હું હિરણ્યથી વધી રહ્યો છું – યાવત્ – અધિકાધિક વૃદ્ધિ પામી રહ્યો છું તથા જ્યાં સુધી મારા મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન મારો આદર કરે છે, સત્કાર–સન્માન કરે છે, મને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ માનીને મારી પર્યપાસના કરે છે, ત્યાં સુધીમાં મારે સ્વયં મારું કલ્યાણ કરી લેવું જરૂરી છે. તેથી આગામી દિવસે – યાવત્ – સૂર્ય જ્વલંત તેજસહિત ઉદિત થાય ત્યારે સ્વયમેવ લાકડાના પાત્ર બનાવડાવી કે ગ્રહણ કરીને પુષ્કળ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવી મિત્રો, જ્ઞાતિજનો – યાવત્ – પરિજનોને વિપુલ અશનાદિ ભોજન, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર આદિથી સત્કાર, સન્માન કરી, તેઓને પૂછીને તથા મારા મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપીને અને તેને પૂછીને મુંડિત થઈને પ્રાણામાં નામક પ્રવજ્યા અંગીકાર કરું. પ્રવ્રજિત થઈને તત્કાલ જ આ અભિગ્રહ ધારણ કરીશ કે માવજીવન નિરંતર છઠ–છઠનો તપ કરીશ. સૂર્ય સમક્ષ હાથ ઊંચા કરી આતાપના લઈશ. પારણાના દિવસે આતાપનાભૂમિથી ઉતરીને સ્વયં કાષ્ઠપાત્ર લઈ તાપ્રલિમી નગરીમાં ઉચ્ચ–નીચ અને મધ્યમ સ્થિતિવાળા કૂળોમાંથી વિધિપૂર્વક ભિક્ષા લઈ ફક્ત શુદ્ધ ઓદન લઈને તેને એકવીશ વખત પાણીથી ધોઈને ખાઈશ. આવા પ્રકારે તેણે સંકલ્પ કર્યો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy