SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ (શક્રેન્દ્રની માફક અહીં પણ આગમ સંદર્ભ અંતે આપવાને બદલે પહેલા આપ્યા છે.) આયા. ૫૨૫; ઠા ૯૮, ૧૬૨, ૨૧૪, ૨૭૦, ૨૭૪, ૨૮૭, ૩૨૯, ૪૩૮ ૪૩૯, ૫૫૭, ૬૭૪, ૬૭૫, ૬૮૨, ૬૮૩, ૭૨૩, ૭૮૧, ૮૩૯, ૯૧૯, ૯૯૨; સમ. ૬૨, ૧૦૮, ૧૩૮, ૧૫૯; ભગ ૧૫૭, ૧૫૮, ૧૬૦ થી ૧૬૬, ૨૦૪, ૨૦૮, નાયા. ૧૦૩,૨૨૦, ૨૩૯ પત્ર. ૨૨૮, ૨૨૯, ૨૩૪; વીર. ૩૬; આવનિ. ૫૧૭ + '; કલ્પસૂત્ર–મહાવીર ચરિત્રવૃત્તિ ૪૮૭; ૪૮૯, ૬૦૨, ૬૧૭, ૭૦૮, ૭૨૭; જીવા. ૨૯૪, ૩૨૫, ૩૩૦ થી ૩૩૪; જંબૂ. ૪૬, ૧૬૭, ૧૯૪, ૧૯૮, ૧૯૯, ૨૩૦ થી ૨૩૫, ૨૪૩; વિં ૧૬૩, ૧૭૦, ૧૭૫, ૧૮૯, ૨૦૦, ૨૨૦, ૨૩૪, ૨૪૧; આવ યૂ. ૧-૫ ૩૧૫; * આગમ કથાનુયોગ-૬ X ૦ ઇશાનેન્દ્ર પરીચય : તે કાળે, તે સમયે ઇશાન નામના બીજા કલ્પ (દેવલોક)નો અધિપતિ, ઇશાનેન્દ્ર, અઠ્ઠાવીસ લાખ વિમાનોનો સ્વામી, ઉત્તરાર્ધ લોકાધિપતિ, શૂલપાણિ, વૃષભવાહન, નિર્મળ આકાશ જેવા રજરહિત સ્વચ્છ વસ્ત્ર પહેરેલો, યથોચિતરૂપે માળા અને મુગટ ધારણ કરેલો, નવ સુવર્ણ નિમિત્ત મનોહર કુંડલ પહેરેલો – જે કાનથી ગળા સુધી લટકી રહ્યા હતા તેનાથી દીપ્ત મુખવાળો, અત્યધિક સમૃદ્ધિ, મહાદ્યુતિ, મહાયશ, મહાબલ, મહાપ્રભાવ, સુખસૌભાગ્ય યુક્ત, દેદીપ્યમાન શરીરવાળો, સર્વ ઋતુઓના ફૂલોની બનેલી માળા, જે ગળાથી ઘૂંટણ સુધી લટકતી હતી, તેને ધારણ કરેલો ઇશાન કલ્પમાં ઇશાનાવતુંસક વિમાન ઇશાન સિંહાસન પર બેઠો હતો. તે ૨૮ લાખ વૈમાનિક દેવો, ૮૦,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયશ્રિંશક, ગુરુ સ્થાનીય દેવો, ચાર લોકપાલો, પરિવાર સહિત આઠ પટ્ટરાણીઓ, ત્રણ પર્ષદા, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, ચારે દિશામાં એંશી-એંશી હજાર એવા કુલ ૩,૨૦,૦૦૦ આત્મરક્ષક દેવો, ઇશાનકલ્પવાસી એવા બીજા અનેક દેવો અને દેવીઓનું આધિપત્ય, પુરાપતિત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞેશ્વરત્વ, સેનાપતિત્વ કરતો તે દેવરાજ ઇશાનેન્દ્ર નિરવચ્છિન્ન નાટ્ય, ગીત, નિપુણ વાદકોના વાદ્યોના ધ્વનિનું શ્રવણ કરતો, દિવ્ય અને વિપુલ ભોગ ભોગવતો વિચરતો હતો. ઇશાનેન્દ્રના ઇશાન વિમાને રહેલી ઘંટાનું નામ મહોઘોષા છે, તેના પદાતિસેનાધિપતિનું નામ લઘુપરાક્રમ છે, વિમાનચાલક અને વિમાનની વિકુર્વણા કરનાર દેવનું નામ પુષ્પક છે. તેના વિમાનનું નામ પણ પુષ્પક છે. તેનું યાન વિમાન એક લાખ યોજન વિસ્તીર્ણ છે. મહેન્દ્રધ્વજ ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ છે. આભિયોગ્ય શ્રેણિ અંતર્ગત્ સીતા મહાનદીના ઉત્તરમાં રહેલી શ્રેણીઓ ઇશાનેન્દ્રની છે. મેરુપર્વતના ઇશાન ખૂણામાં શ્રીકાંતા આદિ ચાર પુષ્કરિણીઓ વચ્ચે રહેલો ઉત્તમ પ્રાસાદ પણ ઇશાનેન્દ્રનું નિવાસસ્થાન છે. સૌમનસ વનમાં આગળના ભાગે પણ ઇશાનેન્દ્રનો ઉત્તમ પ્રાસાદ છે. – દેવરાજ ઇશાનેન્દ્રની ત્રણ પર્ષદા કહી છે. સમિતા, ચંડા અને જાયા. જે બીજી રીતે બાહ્ય, મધ્યમ અને અત્યંતર એ ત્રણ નામે પણ ઓળખાય છે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy