SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ આગમ કથાનુયોગ-૬ –૦- સૌધર્મેન્દ્ર - સૌધર્મ દેવલોકનો અધિપતિ હોવાથી સૌધર્મેન્દ્ર. ૦ ગર્ભસંક્રમણ પ્રસંગ : - જ્યારે ભગવંત મહાવીરનો જીવ દેવાનંદાની કૃષિમાં આવ્યો ત્યારે ઇન્દ્રને આવો આધ્યાત્મિક – યાવત્ – મનોગત સંકલ્પ થયો. – ૪ – ૮ – ૮ – હરિભેગમેષી દેવને આજ્ઞા કરી – ૪ – ૪ – ૪ – દેવાનંદાની કુક્ષિમાંથી ભગવંત મહાવીરને ત્રિશલા માતાની કુક્ષિમાં સંક્રમાવ્યા (ઇત્યાદિ વર્ણન તીર્થંકર ચરિત્રમાં ભગવંત મહાવીર કથામાં આવી ગયું છે.) ૦ કોણિકને સંગ્રામમાં સાથ આપવો : જ્યારે સેચનક હાથી અને દિવ્ય હાર નિમિત્તે કોણિક રાજાએ ચેટક રાજા સાથે યુદ્ધ કર્યું ત્યારે બે મહાસંગ્રામો થયા હતા :- (૧) મહાશિલા કંટક સંગ્રામ અને (૨) રથમૂશલ સંગ્રામ. આ મહાસંગ્રામમાં કોણિકને શક્રેન્દ્રએ સાથ આપેલો. (જનું સવિસ્તર વર્ણન કોણિક રાજાની કથામાં મહાશિલાકંટક તથા રથમૂસલ સંગ્રામમાં આવી ગયેલ છે.) ૦ વંશ સ્થાપનાની શાશ્વત પ્રવૃત્તિ : જ્યારે ઋષભદેવની ઉંમર એક વર્ષથી કંઈક ન્યૂન હતી, ત્યારે પ્રથમ તીર્થકરના વંશની સ્થાપના કરવી – એ શક્રનો આચાર છે, એમ વિચારી શક્ર આવ્યો. ભગવંત પાસે ખાલી હાથે કેમ જવું ? એમ વિચારી શક્રેન્દ્ર એક મોટી ઇયષ્ટિ લઈને નાભિકુલકરના ખોળામાં બેઠેલા ભગવંત પાસે આવ્યો – ૪ – ૪ – ૪ – ત્યારે ભગવંતને ઇક્ષનો અભિલાષ થવાથી તેનો “ઇલ્વાકુ” એવો વંશ સ્થાપ્યો (આ કથા તીર્થકર ચરિત્રમાં ભગવંત ઋષભની કથામાં આવી ગયેલ છે ત્યાં જોવી.) ૦ અરિહંતના કલ્યાણકોમાં શક્રની ઉપસ્થિતિ : કોઈપણ તીર્થંકરના જન્મ, દીક્ષા, નાણ અને નિર્વાણના પ્રસંગે શક્ર પોતાનો શાશ્વત આચાર જાણી આવે છે. તે-તે કલ્યાણકોની મહાઋદ્ધિ પૂર્વક ઉજવણી કરે છે. જેનું સવિસ્તર વર્ણન તીર્થકર ચરિત્રોમાં ભગવંત ઋષભ, ભગવંત મલ્લી અને ભગવંત મહાવીરકથામાં આવેલ છે. (આ રોમાંચક અને અદ્ભુત વર્ણન તે-તે કથામાંથી ખાસ જોવું) ૦ તીર્થકર સમીપે પ્રશ્નો પૂછવા કે વિવિધ પ્રસંગોએ આવવું - શક્રેન્દ્ર સમ્યગુદૃષ્ટિ અને ભવસિદ્ધિક હોય છે. તે કલ્યાણક પ્રસંગો સિવાય પણ અનેક વખત ભગવંતની દેશના શ્રવણ કરવા, પર્યાપાસના કરવા, દર્શન–વંદન કરવા આવતો હોય છે. ભગવંતને વિવિધ પ્રશ્નો પૂછી પોતાના સંશયનું નિવારણ કરે છે અને પોતાની શ્રદ્ધા વધુને વધુ દઢ બનાવે છે. તેમ અનેક પ્રસંગોએ શક્ર ભગવંત પાસે આવતા હોય છે. ભગવતી સૂત્રમાં આવા પ્રશ્નો આવે છે – હે ભગવંત અવગ્રહ કેટલા પ્રકારે કહ્યો છે ? – હે ભગવન્! શું મહર્તિક – યાવત્ – મહાસૌખ્ય સંપન્ન દેવ બાહ્ય પુદ્ગલો તે ગ્રહણ કર્યા વિના અહીં આવવા સમર્થ છે ? નિગોદનું સ્વરૂપ શું છે ? – ઇત્યાદિ ઇત્યાદિ. આવા પ્રશ્નો અન્યાન્ય આગમોમાં પણ શક્ર દ્વારા પૂછાયાના દૃષ્ટાંત જોવા મળે છે. એ જ રીતે ભગવંતના ઉપસર્ગ પ્રસંગે, તપના પારણા પ્રસંગે, સુખશાતા પૃચ્છાર્થે શક્રના આગમનની વાત આવે છે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy