SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ–દેવી કથા ૪૭ બોલે છે. તે સાવદ્ય કે નિરવ બંને પ્રકારની ભાષા બોલે છે. કેમકે જ્યારે તે સૂક્ષ્મકાયથી મુખ ઢાંક્યા વિના બોલે છે ત્યારે તે સાવદ્ય ભાષા બોલે છે અને મુખને ઢાંકીને બોલે છે ત્યારે તે નિરવ ભાષા બોલે છે. આ દેવેન્દ્ર દેવરાજ શક્ર ભવસિદ્ધિક છે – ભવ્ય છે – સમ્યદૃષ્ટિ છે – યાવતું – ચરમ છે. ૦ શક્રનો પૂર્વભવ : તે કાળે, તે સમયે વિશાખા નામની નગરી હતી. ત્યાં બહુપુત્રિક નામક ચૈત્ય હતું. કોઈ વખતે શ્રમણ ભગવંત મહાવીર ત્યાં પધાર્યા – યાવતું – પર્ષદા પÚપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર – યાવત્ – દિવ્ય વિમાનમાં બેસીને ત્યાં આવ્યો. આભિયોગિક દેવો પણ સાથે આવ્યા – કાવત્ – શક્રેન્દ્ર બત્રીશ પ્રકારની નાટ્ય વિધિ પ્રદર્શિત કરી. જે દિશામાંથી આવ્યો હતો, તે દિશામાં પાછો ગયો. ત્યારે ગૌતમે તેના પૂર્વભવ સંબંધી પૃચ્છા કરી. હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભારત વર્ષમાં હસ્તિનાપુર નામક નગર હતું. ત્યાં સહસ્ત્રાપ્રવન નામે ઉદ્યાન હતું. તે નગરમાં કાર્તિક નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, જે ધનાઢય – યાવતુ – કોઈથી પરાભવ પ્રાપ્ત કરે તેવો ન હતો. તેનું વણિકોમાં અગ્રસ્થાન હતું. તે – તે ૧૦૦૮ વ્યાપારીઓમાં ઘણાં કાર્યોમાં, કારણોમાં અને કૌટુંબિક વ્યવહારોમાં પૂછવા યોગ્ય હતો – યાવત્ – ચક્ષભૂત હતો. તે કાર્તિક શ્રેષ્ઠી તે ૧૦૦૮ વેપારીઓનું આધિપત્ય – યાવત્ – પાલન કરતો હતો. ભગવંત મુનિસુવ્રત પધાર્યા, – ૮ – ૮ – ૮ – કાર્તિક શ્રેષ્ઠીએ પ્રવજ્યા અંગીકાર કરવા સંકલ્પ કર્યો – ૪ – ૪ – ૪ – ૧૦૦૮ વણિકો સાથે દીક્ષા ગ્રહણ કરી. - ૪ – ૮ – શક્રરૂપે ઉત્પન્ન થયો – ૪ – ૪ – તેની બે સાગરોપમની સ્થિતિ છે. – ૪ – ૪ – ત્યાંથી ચ્યવી મનુષ્યરૂપે જન્મ લઈ મોક્ષે જશે (ઇત્યાદિ કાર્તિક શ્રેષ્ઠીની કથા શ્રમણ વિભાગમાં વિસ્તારથી આવી ગયેલ છે, ત્યાં જોઈ લેવી.) ૦ શક્રના વિવિધ નામોનો અર્થ : –૦- શક્ર – શક્ર નામના સિંહાસન પર બેસનારો હોવાથી શક્ર. –૦- દેવરાજ - કાંતિ વગેરે ગુણોથી દેવોમાં અધિક શોભતો હોવાથી. –૦- વજપાણી - હાથમાં વજને ધારણ કરતો હોવાથી વજપાણિ –૦- પુરંદર – દૈત્યોના નગરોનો વિનાશ કરનારો હોવાથી પુરંદર, –૦- શતક્રતુ -- શ્રાવકની પ્રતિમા સો વખત સુધી વહન કરી હોવાથી. –૦- સહસ્ત્રાક્ષ – હજાર લોચનવાળો, ઇન્દ્રને પ૦૦ દેવો મંત્રી છે, તે ૫૦૦ મંત્રીઓની હજાર આંખો ઇન્દ્રનું જ કાર્ય કરનારી છે તેથી સહસ્રાક્ષ. -૦- મઘવા – મહામેઘો જેને વશ છે અથવા મઘ નામક દેવ વિશેષ જેને વશ છે તેથી તે મઘવા કહેવાય છે. –૦- પાકશાસન – પાક નામના અસુરોને શિક્ષા કરનારો હોવાથી. –૦- ઐરાવણવાહન – ઐરાવણ હાથી જેનું વાહન છે તે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy