SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આગમ કથાનુયોગ-૬ પુદ્ગલોને ગ્રહણ કર્યા. પછી બીજી વખત પણ વૈક્રિય સમુહ્વાતથી સમવહત થયા. - ત્યારપછી ૧૦૦૮–૧૦૦૮ સોનાના, ચાંદીના, મણિઓના, સોના-ચાંદીના, સોના-મણિના, ચાંદી–મણિના અને માટીના કળશો. ૧૦૦૮ ઝારીઓ, આજ પ્રકારે આદર્શક, સ્થાલ – યાવત્ – લોહસ્તપટલક ૧૦૮–૧૦૮ સિંહાસન, છત્ર ચામર ધ્વજા અને તેલ સમુદ્ગક અને ૧૦૮ ધૂપ કડુચ્છક વિકુળં. તે સ્વાભાવિક અને વૈક્રિય કળશો – યાવત્ – ધૂપકડુચ્છકોને લઈને વિજયા રાજધાનીથી નીકળ્યા. ત્યારપછી ઉત્કૃષ્ટ – યાવત્ – ઉધુત દિવ્ય દેવગતિથી તિર્થી દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોની મધ્યમાંથી જતા, તે ક્ષીરસમુદ્ર પાસે આવ્યા, ત્યાંથી શીરોદક લઈને ત્યાંના ઉત્પલ, કમલ – યાવત્ – શતપત્ર અને સહસ્ત્રપત્રોને ગ્રહણ કર્યા. ત્યાંથી પુષ્કરોદ સમુદ્રમાંથી પુષ્કરોદ અને ઉત્પલ, કમલ – યાવત્ – સહસ્ત્રપત્ર ગ્રહણ કર્યા. ત્યાંથી સમયક્ષેત્રમાં જ્યાં ભારત અને ઐરાવત વર્ષક્ષેત્ર હતા અને માગધ, વરદામ, પ્રભાસ તીર્થ હતા ત્યાં આવ્યા. પછી તીર્થોદકને અને તીર્થની માટીને લઈને ગંગા, સિંધુ, રક્તા, રક્તાવતી મહાનદીઓના જળ અને માટી લીધા. ત્યારપછી લઘુહિમવંત અને શિખરી વર્ષધર પર્વતે આવ્યા. ત્યાંથી સર્વઋતુઓના શ્રેષ્ઠ સર્વે જાતિના ફૂલો, સર્વે જાતિની ગંધો, સર્વે જાતિના માલ્યો, સર્વ પ્રકારની ઔષધીઓ અને સિદ્ધાર્થકોને લીધા. પછી પઘદ્રહ અને પુંડરિકદ્રહનું જળ અને ઉત્પલ, કમલ – યાવત્ – શતપત્ર, સહસ્ત્રપત્રોને લીધા. પછી હિમવતુ અને હિરણ્યવત્ ક્ષેત્રોમાં રોહિતા, રોહિતાશા, સુવર્ણકુલા અને રૂશ્ચકૂલા મહાનદીઓ પરથી જળ અને માટી ગ્રહણ કર્યા. પછી શબ્દાપાતિ અને માલ્યવંત નામના વૃત્તવૈતાઢય પર્વતો પરથી સર્વ ઋતુઓના શ્રેષ્ઠ ફૂલો – યાવત્ – સિદ્ધાર્થકોને લીધા. પછી મહાહિમવંત અને રુકિમ વર્ષધર પર્વતના સર્વ ઋતુઓના પુષ્પાદિ લીધા. પછી મહાપદ્મદ્રહ અને મહાપુંડરીક દ્રહના ઉત્પલ કમલાદિ ગ્રહણ કર્યા. પછી હરિવર્ષ અને રમ્યક વર્ષક્ષેત્રની હરકાંતા, હરિકાંતા, નરકાંતા, નારિકાંતા નદીઓના જળ અને માટી લીધા. પછી વિકટાપાતી અને ગંધાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વતોના શ્રેષ્ઠ ફૂલ આદિ ગ્રહણ કર્યા. પછી નિષધ અને નીલવંત વર્ષધર પર્વતોના પુષ્પાદિ લીધા. પછી તિગીંછી દ્રહ અને કેસરી દ્રહના જળ અને ઉત્પલાદિ ગ્રહણ કર્યા. ત્યારપછી પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહની સીતા અને સીતાદા મહાનદીના જળ અને માટી ગ્રહણ કર્યા. પછી બધી જ ચક્રવર્તી વિજયના બધાં માગધ, વરદામ અને પ્રભાસ નામના તીર્થોના જળ અને માટી લીધા. બધાં વક્ષસ્કાર પર્વતોના ફૂલો આદિ લીધા. બધી અંતરનદીઓના જળ અને માટી લીધા. ત્યાંથી મેરુ પર્વતે જઈને ભદ્રશાલ વન, સોમનસવન, નંદનવન અને પાંડુકવનના સર્વડતુઓના ફળ – યાવતુ – સિદ્ધાર્થક આદિ, ગોશીષ ચંદન, મલયચંદનાદિ ગ્રહણ કર્યા. cગ કર્યા ત્યારપછી બધાં આભિયોગિક દેવો એકઠા થઈને જંબૂદ્વીપના પૂર્વ દિશાના દ્વારથી નીકન્યા – યાવત્ – વિજયા રાજધાનીની પ્રદક્ષિણા કરીને અભિષેકસભામાં વિજયદેવની પાસે આવ્યા. હાથ જોડીને, મસ્તકે અંજલિ કરીને જય-વિજય શબ્દોથી વધાવ્યા. તે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy