SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૬ સોનાચાંદીના અનેક ફલક છે. તે ફલકમાં અનેક વજ્રમય નાગદંતક છે. તે નાગદંતકમાં અનેક સીકા છે. સીકામાં ગોળ સમુગક છે. તે સમુદ્ગકોમાં અનેક જિનઅસ્થીઓ છે. આ જિનઅસ્થીઓ તે વિજયદેવ અને અન્ય બીજા અનેક વાણવ્યંતર દેવ—દેવીઓ માટે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ છે. તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વમાં એક મોટી મણિપીઠિકા છે. તેના ઉપર મોટું સિંહાસન છે, માણવક ચૈત્યસ્તંભની પશ્ચિમમાં એક મોટી મણિપીઠિકા છે. તેના ઉપર એક મોટું દેવશયનીય છે X --- X તે દેવશયની ઇશાન દિશામાં એક મોટી મણિપીઠિકા છે. તે મણિપીઠિકા ઉપર નાનો મહેન્દ્રધ્વજ છે. તેની પશ્ચિમમાં વિજયદેવનો ચૌપાલ નામનો શસ્ત્રાગાર છે. ત્યાં વિજયદેવના પરિધરત્ન આદિ રાખેલા છે. ૦ સિદ્ધાયતન વર્ણન સંક્ષિપ્તમાં ઃ— ૩૬ -- (સિદ્ધાયતન, તેમાં રહેલી જિનપ્રતિમા અને સન્મુખ રહેલ વસ્તુનું સુંદર વર્ણન છે. જિજ્ઞાસુઓએ જીવાજીવાભિગમ સૂત્ર–૧૭૭ ખાસ જોવું) - * - * સુધર્માસભામાંની ઇશાનમાં એક વિશાળ સિદ્ધાયતન (જિનાલય) છે. તે સિદ્ધાયતનના બહુમઘ્યદેશ ભાગમાં એક વિશાળ મણિપીઠિકા છે. તેના ઉપર એક વિશાળ દેવછંદક છે. તે દેવસ્કંદકમાં જિનોત્સેધ પ્રમાણ ૧૦૮ જિનપ્રતિમા રહેલી છે. (પ્રતિમા વર્ણન ખાસ જોવાલાયક છે.) આ સમગ્ર પ્રતિમા સુવર્ણ અને રત્નોની બનેલી છે. જિનેશ્વર પરમાત્માની પ્રતિમાની પાછળ એક–એક છત્રધારિણી પ્રતિમા છે. તે જિનપ્રતિમાઓની બંને બાજુએ એક-એક ચામરધારી પ્રતિમા છે તે જિનપ્રતિમાની આગળ બબ્બે નાગપ્રતિમા, બબ્બે યક્ષપ્રતિમા, બબ્બે ભૂત પ્રતિમા, બબ્બે કુડધર પ્રતિમા છે. (આ સર્વે પ્રતિમાઓનું વર્ણન ખાસ જોવાલાયક છે.) - આ જિનપ્રતિમાઓની આગળ ૧૦૮–૧૦૮ ઘંટા, ચંદનકળશ, ઝારી, આદર્શ, સ્થાન, પાત્રી, સુપ્રતિષ્ઠક, મનોગુલિકા, ઘડા, ચિત્રક, રત્નકરંડક, હયકંઠક – યાવત્ વૃષભકંઠક, પુષ્પગંગેરી – યાવત્ – લોમહસ્ત ચંગેરીઓ, પુષ્પપટલક, તેલસમુદ્ગક યાવત્ – ધૂપકડુચ્છુક છે. તે સિદ્ધાયતનની ઉપર અનેક અષ્ટમંગલ, ધ્વજા, છત્રાતિછત્ર છે. જે ઉત્તમ આકારના સોળ રત્ન • યાવત્ – રિષ્ઠરત્નોથી ઉપશોભિત છે. ૦ ઉપપાત આદિ સભા—વર્ણન સંક્ષેપમાં :~ - - - તે સિદ્ધાયતનની ઉત્તર-પૂર્વ દિશામાં એક મોટી ઉપપાત સભા છે. મધ્યમાં બહુસમરમણીય ભૂમિભાગ છે. તેની મધ્યે એક મોટી મણિપીઠિકા છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય છે. તે ઉપપાતસભાના ઇશાન ખૂણામાં એક મોટું સરોવર છે. તે સરોવરની ઇશાન દિશામાં એક મોટી અભિષેકસભા છે. આ અભિષકસભાની ઇશાન દિશામાં એક વિશાળ અલંકાર સભા છે. ત્યાં એક મણિપીઠિકા પર સપરિવાર સિંહાસન છે. તે સિંહાસન પર વિજયદેવના અલંકારને યોગ્ય ઘણી સામગ્રી રાખેલી છે. તે આલંકારિક સભાની ઇશાન દિશામાં એક મોટી વ્યવસાય સભા છે. તે સિંહાસન પર વિજયદેવનું પુસ્તકરત્ન રાખેલ છે. તે વ્યવસાયસભાની ઇશાન દિશામાં એક મોટી બલિપીઠ છે,
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy