SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ આગમ કથાનુયોગ-૬ ૦ મયુરંક :- (ધાતુનિધિ દર્શનના દોષનું દષ્ટાંત) મયૂરંક નામે રાજા હતો. તેણે મયૂર અંકિત દીનાર તૈયાર કરાવી. તે દીનાર વડે નિધાન સ્થાપિત કર્યું. તેમાં ઘણો સમય ગયો. કોઈ નૈમિતિકે નિધિલક્ષણ વડે તે જાણ્યું. તે લઈ ગયો. તે દીનાર વ્યાપારી પાસે રાજપુરુષોએ જોઈ. રાજપુરુષો તે વણિકને રાજા સમીપે લઈ ગયા. રાજાએ પૂછયું કે, આ દીનાર તને ક્યાંથી મળી ? તેણે નામ આપ્યું. એ રીતે તે નિધિ ખોદનારને પકડ્યો અને દંડિત કર્યો. સાધુ માટે નિધિ કાયવધનું, અસંયતપરિભોગનું અધિકરણ બને છે માટે ધાતુ નિધિ દર્શનનો ત્યાગ કરવો. ૦ આગમ સંદર્ભ :કિસી.ભા. ૪૩૧૬ની ચું. ૦ મુરંડ:- (ગમનાગમન સંબંધે કનાદિ દષ્ટાંત) પાટલિપુત્ર નગરે મરંડ નામે રાજા હતો. તેના દૂતને પુરુષપુર નગરે જવાનું થયું. તે સચીવને મળ્યો. પછી રાજાને રાજાને જોવા આવ્યો. લાલ વસ્ત્રવાળા ભિક્ષુ અશુકનવાળા થાય છે એમ વિચારી દૂત રાજભવને ન પ્રવેશ્યો. ત્રીજે દિવસે રાજાએ પૂછયું કે, દૂત હજી પ્રવેશતો કેમ નથી ? સચિવ દૂતના આવાસે ગયો. તેને પૂછયું કે, તું રાજભવનમાં કેમ જતો નથી ? તેણે કહ્યું, પહેલે દિવસે બૌદ્ધ ભિક્ષને જોઈ અપશુકન થતા પાછો ફર્યો. બીજે–ત્રીજે દિવસે પણ ગયો. તેમજ થવાથી પાછો ફર્યો. ત્યારે અમાત્યએ કહ્યું, આ ગલીમાં અપશુકન– યોગ્ય નથી. ત્યારે દૂતે રાજભવનમાં પ્રવેશ કર્યો. ૦ આગમ સંદર્ભ – બુદ.ભા. ૨૨૯૨ થી ૨૨૯૪ + જ નંદી ૧૦૨ની વૃ . – ૮ – ૮ – ૦ મૂક :- (અરતિ–રતિ સંબંધે દષ્ટાંત) કૌશાંબી નગરીએ તાપસ નામે શ્રેષ્ઠી હતો. તે મરીને પોતાના ઘેર સૂકરરૂપે જખ્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને તે જ દિવસે પુત્રએ મારી નાંખ્યો. પછી તે જ ઘેર સર્પરૂપે જખ્યો. ત્યાં પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યાં પણ તેને મારી નાંખ્યો. પછી તે ઘરમાં જ પૌત્રરૂપે જન્મ્યો. ત્યાં પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. તે વિચારવા લાગ્યો કે મારે પુત્રરૂપે વર્તવું કે તારૂપે ? પછી તેણે મૂકત્વ ધારણ કર્યું. ધર્મશ્રવણ કરી શ્રાવક થયો. આ તરફ કોઈ બ્રાહ્મણદેવે મહાવિદેહે તીર્થકરને પૂછયું કે, હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ ? ત્યારે ભગવંતે કહ્યું કે, દુર્લભ બોધિ છો. ફરી પૂછયું કે, હું ક્યાં ઉત્પન્ન થઈશ ? ભગવંતે કહ્યું, કૌશાંબીએ મૂકનો ભ્રાતા થઈશ, તે મૂક દીક્ષા લેશે. તે દેવ ભગવંતને વંદન કરીને મૂંગા પાસે ગયો. તેને ઘણું દ્રવ્ય આપીને કહ્યું, હું તારા પિતૃઘેર ઉત્પન્ન થઈશ. અમુક પર્વત મેં સદા પુષ્પ, ફળવાળો આંબો બનાવ્યો છે. તને પુત્ર થાય
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy