SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટાંત ઉપનય ૨૪૫ અભિગ્રહ લીધો. તે ગચ્છમાં ચાર તપસ્વી હતા. તો પણ દેવી નાગદત્ત મુનિને વંદન કરીને ગયા. તપસ્વીએ પૂછ્યું કે, ત્રિકાલ ભોજીને કેમ વંદન કર્યું ? ભાવલપકને વંદુ છું, દ્રવ્ય ક્ષપકને નહીં તેના ભોજનમાં તપસ્વીએ બળખો નાંખ્યો. નાગદત્તે તેમની માફી માંગી. નિર્વેદ પામતાં પાંચે મોક્ષે ગયા - આ તે સર્વેની પારિણામિકી બુદ્ધિ જાણવી. ૦ આગમ સંદર્ભ :આયા.ચૂં. ૧૯૧; આવ.૧–. પ૬૧; આવ.નિ. ૫૦ની વૃ; આવ ન ૦ મગધશ્રી અને મગધસુંદરી :- (અપ્રમાદ વિષયક દષ્ટાંત) રાજગૃહ નગરીમાં જરાસંધ રાજા હતો. તેને બે મુખ્ય ગણિકા હતી. મગધસુંદરી અને મગધશ્રી. મગધશ્રી વિચારવા લાગી કે જો આવું ન થયું હોત તો મેં બીજાના માનનું ખંડન ન કર્યું હોત. રાજા પણ મારી હથેળીમાં હોત મગધસુંદરી પણ તેણીના છિદ્રો શોધતી હતી. તે વખતે મગધશ્રીએ નૃત્ય દિવસે કર્ણિકારમાં સુવર્ણની મંજરી વિષ વાસિત કરી, કેસર સમાન સોયો પણ નાંખી દીધી. તે મગધસુંદરીની મહત્તરિકાએ જાણ્યું. ભ્રમરા કર્ણિકામાં કેમ આવતા નથી ? નક્કી પુષ્પો દોષિત છે. જો આ પુષ્પોમાં અચોલા વિષ ભેળવેલ હશે તો ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીને ગણિકા મૃત્યુ પામશે. કોઈ ઉપાયથી નિવારણ કરવું પડશે. તેણીએ મંગલ ગાન શરૂ કર્યું. તેણીનું ગાયન સાંભળી રાજાએ વિચાર્યું કે, આ અપૂર્વ ગીત છે. તે ગણિકાએ પણ જાણ્યું કે, આ પુષ્પો દોષિત લાગે છે. ગીત, નર્તન, વિલાસનો ત્યાગ કરી, તે કળાઈ નહીં. નૃત્યગીતમાં અપ્રમત્ત બની તેણી જરા પણ ખલિત ન થઈ. આ પ્રમાણે સાધુઓએ પણ પાંચ પ્રકારના પ્રમાદથી પોતાનું રક્ષણ કરી યોગ સંગ્રહ કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૩૧૪ + વૃક આવપૂર-પૃ. ૨૦૯, ૦ મગધસેના :- (મહાશ્રદ્ધી વિષયક દષ્ટાંત) રાજગૃહ નગરમાં મગધસેના ગણિકા હતી. તેને ત્યાં કોઈ વખતે ધન સાર્થવાહ ઘણું દ્રવ્ય આપીને આવ્યો. તેના રૂપ, યૌવન, ગુણ, દ્રવ્ય સંપદાથી મગધસેનાએ તેની અભિસારિકા બની. તેણી કોઈ વખતે ઘણી દુઃખી હતી. તેણીનું પરિપ્લાન વદન જોઈને જરાસંધે વિચાર્યું કે, આ દુખી કયા કારણે છે ? કોઈની સાથે આકર્ષાયેલી છે ? ત્યારે તેણીએ કહ્યું કે, અમર સાથે. આ અમર કેવો છે ? તેણીને સત્ય વૃત્તાંત કહ્યો. પછી અમરાયમાણ કામભોગાભિલાષકનું સ્વરૂપ જણાવ્યું. ત્યારે તેણીને મહાશ્રદ્ધી જાણી. ૦ આગમ સંદર્ભ :આયા યૂ. ૮૬; આયા.મૂ. ૯૬ની વૃક
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy