SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટાંત ઉપનય ૨૨૭ કોઈ વખતે તેને ત્યાં આવેલ પરિવ્રાજિકા પરાજય પામી. દાસીઓએ પણ મોં મચકોડવા આદિ દ્વારા વિડંબના કરી તેણીએ કાઢી મૂકી. દ્વેષપૂર્વક તે વારાણસીએ ધર્મરુચી રાજા હતો ત્યાં ગઈ. પટ્ટ પર શ્રીકાંતાનું રૂપ બનાવી ધર્મયી રાજાને દેખાડ્યું. તે રાજા તેણીમાં આસક્ત થયો. દૂતને શ્રીકાંતાની માંગણી કરવા મોકલ્યો. તેનું અપમાન કરીને કાઢી મૂક્યો. ત્યારે તે સૈન્ય સહિત ત્યાં આવ્યો. નગરને ઘેરી લીધું. ઉદિતોદયે વિચાર્યું કે, નિરર્થક લોકના મૃત્યુથી શું લાભ ? ઉદિતોદય રાજાએ ઉપવાસ કરી વૈશ્રમણ દેવની આરાધના કરી. તેણે નગર સહિત બધાંનું સંકરણ કર્યું. આ તે રાજાની પારિણામિકી બુદ્ધિ જાણવી. ૦ આગમ સંદર્ભ :વિવા. ૨૦ આવનિ ૯૪૯, ૧૫૪૫ + 4 આવ.યૂ.૧–પૃ પ૪૯, નંદી ૧૬બી ૦ કપિલ :- (નપુંસક ઉપકરણ ઉપઘાત વિષયે દષ્ટાંત) સુસ્થિત નામે આચાર્ય હતા. તેને કપિલ નામે શિષ્ય હતો. તે શય્યાતરની પુત્રી સાથે ક્રીડા કરતો હતો. તેણીમાં આસક્ત થયો. કોઈ વખતે તે શય્યાતર પુત્રી એકાકી નજીકમાં ગાયને દોહવા વાડામાં ગઈ. તેણી પછી દૂધદહીં લઈને આવતી હતી. કપિલ તે વાડા પાસેથી ભિક્ષાચર્યાર્થે જતો હતો. તેણે માર્ગમાં અનિચ્છા છતાં તેણીને બળાત્કારે ભોગવી. તે કર્બટકથી નજીકમાં તેણીનો પિતા ખેતી કરતો હતો. તેણીએ તેને જઈને વાત કરી. તેણે પણ પુત્રીની ભિન્નયોનિમાંથી વહીને પૃથ્વી પર પડતું લોહી જોયું. તે હાથમાં કુહાડો લઈ રોષથી દોડ્યો. કપિલ તે વખતે ભિક્ષા લઈને પાછો આવતો તેણે જોયો. તેણે સાગારિક સહિત ઘરમાંથી કાઢી મૂક્યા. તે પણ આચાર્ય પાસે ન ગયો. તેણે આ પ્રમાણે ઉપકરણના ઉપઘાતથી નપુંસક વેદ ઉદીર્ણ કર્યો. ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૧૫૭૬ની ચૂ બુ.ભા. ૫૧૫૪ + 4 - ૪ ૪ - ૦ કપિલબટુક :- (શુદ્ધભાવે થતી નિર્જરાનું દાંત) ત્રિપૃષ્ઠના ભવમાંથી નીકળીને (ત્રિપૃષ્ઠ મારેલ) સિંહ પણ સંસારભ્રમણ કરતો રાજગૃહીમાં કપિલ બ્રાહ્મણનો બટુક થયો. ભગવંત મહાવીરના વચનથી પણ ઉપશમ ન પામ્યો. ગૌતમસ્વામી દ્વારા અનુશાસિત કરતા ઉપશમ પામ્યો. દીક્ષા પણ ગ્રહણ કરી. અહીં ભગવંત કરતા હીનગુણી હોવા છતાં ગૌતમ થકી તેના ભારેકર્મીપણાથી, નિવૃત્ત થઈ, ઘણી નિર્જરા પામ્યો. (આ કથાનક ભગવંત મહાવીર કથામાં પણ જોવું) ૦ આગમ સંદર્ભ :વિવ.ભા. ૨૬૩૪ + ;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy