SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય કારણ મૈથુન હતું. તેવી સ્ત્રીઓમાંથી કેટલાંકના દૃષ્ટાંતો આ પ્રમાણે (પન્નાવારણ આગમમાં) છે. – જેમકે – સીતા, દ્રૌપદી, રુકિમણી, પદ્માવતી, તારા, કાંચના, રક્તસુભદ્રા, સત્યભામા, અહિલ્યા, કિન્નરી, સ્વર્ણગુલિકા, સુરૂપ વિદ્યુન્મતી, રોહિણી આદિ. (અહીં ફક્ત નામનિર્દેશ જ છે. તેમાંની કેટલીક સ્ત્રીઓની કથા તે—તે નામ પ્રમાણે પૂર્વેના વિભાગોમાં આવી ગયેલ છે. ૦ આગમ સંદર્ભ : પહ. મૂ. ૨૦ + $; ૦ આગમ સંદર્ભ : + નિસી. ૪૦૯૭ + ચૂ ૨૨૫ X - ૦ ઇન્દ્ર :- (પુર:કર્મ વિષયે લૌકિક દૃષ્ટાંત) ઇન્દ્રએ ઉડંકઋષિની પત્નીને અતિ રૂપવતી જોઈ. ત્યારે તેની સાથે વિષયાસક્ત બન્યો. ઋષિ પત્નીને ભોગવીને જતો હતો. ત્યારે ઉડંક ઋષિએ તેને જોયો. રોષાયમાન થયેલા ઋષિએ તેને શ્રાપ આપ્યો. તે બ્રહ્મ વધ્યાના શ્રાપતી ભયભીત થઈને કુરુક્ષેત્રમાં પ્રવેશ્યો. તે બ્રહ્મવધ્યા કુરુક્ષેત્રની નીકટ ભમતી હતી. ઇન્દ્ર પણ તેના ભયથી ક્યાંય જતો ન હતો. ઇન્દ્ર વિના ઇન્દ્રસ્થાનક શૂન્ય થઈ ગયું. ત્યારે બધાં દેવો ઇન્દ્રને શોધતા—શોધતા કુરુક્ષેત્રે આવ્યા. તેઓએ ઇન્દ્રને દેવાલયે આવવા કહ્યું, ત્યારે ઇન્દ્રે કહ્યું કે, જો અહીંથી નીકળીશ તો મને બ્રહ્મવધ્યા વળગશે. ત્યારે દેવોએ બ્રહ્મવધ્યાના ચાર ટુકડા કર્યા. એક વિભાગ સ્ત્રીના ઋતુકાલે સ્થાપ્યો, બીજો વિભાગ ઉદકમાં, ત્રીજો બ્રહ્મના સુરાપાનમાં અને ચોથો વિભાગ ગુરુપત્નીના અભિગમે સ્થાપ્યો. પછી ઇન્દ્ર દેવલોકે ગયો. આ રીતે બ્રહ્મહત્યાવત્ કર્મબંધ જાણવો. - - X ૦ ઇન્દ્રદત્ત :– (સ્ત્રીસંગથી થતી હાનિનું દૃષ્ટાંત) જે રીતે એક ધનાઢ્યનો પુત્ર ઇન્દ્રદત્ત હતો, તેણે કોઈ વખતે તે ગવાક્ષમાં ઊભેલી રાજકુમારીને જોઈને તેનામા આસક્ત બન્યો. રાજકુમારી નીચે દોરડું ફેંકતી, ઇન્દ્રદત્ત તે પકડીને ઉપર જતો, તે તેના દર્શનાદિમાં ઘણો જ મૂર્છિત થયેલો હતો. દર્શનમાંથી તે સ્પર્શ, આલિંગન, ચુંબન આદિમાં લિપ્ત બન્યો. કોઈ વખતે રાજપુરુષો તેને ગવાક્ષમાંથી ઉતરતો જોઈ ગયા. પછી દંડા વડે ફટકાર્યો. = X - x ૦ ઇન્દ્રદત્ત અને સુરેન્દ્રદત્ત :– (તિતિક્ષા પરીષહનું દૃષ્ટાંત) (આ દૃષ્ટાંત ઉત્તરાધ્યયનમાં માનવભવની દુર્લભતામાં પણ છે.) ૬/૧૫ આ રીતે સ્ત્રી સંગની અભિલાષા કરનારને પહેલા અર્થોપાર્જન પ્રવૃત્તિ કરવી પડે છે. પછી અગણિત એવા ભૂખ, તરસ, શીત, ઉષ્ણાદિ પરીષહોનો દંડ ભોગવવો પડે છે. ૦ આગમ સંદર્ભ આયા.ચૂ.પૃ. ૧૮૬; આયા.મૂ. ૧૭૨ની ;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy