SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય. ૨૨ ૩ ૦ અર્જુન ચોર – (રૂપના મોહમાં જીંદગી ગુમાવનારનું દષ્ટાંત) કોઈ વખતે અર્જુન ચોરને અગડદત્ત સાથે યુદ્ધ થયું. પણ અગડદત્ત કોઈ રીતે તેને પરાજિત કરવા સમર્થ ન બન્યો. ત્યારે તેણે પોતાની અતિ રૂપવતી પત્નીને સર્વાલંકારથી વિભૂષિત કરી રથના અગ્રભાગે બેસાડી. ત્યારે તે સ્ત્રીના રૂપના દર્શનથી વ્યામોહ પામેલો અર્જુન ચોર યુદ્ધકરણમાં વિસ્મૃતિવાળો થઈ સ્ત્રીના રૂપમાં મોહિત થઈ ગયો. ત્યારે અગડદત્તે તેને મારી નાંખ્યો. એ જ રીતે શ્રતના ઉપયોગમાં વ્યાક્ષેપ થતા પ્રાણના વિનાશને પ્રાપ્ત કરે છે. ૦ આગમ સંદર્ભ :આયા.૨૫ ૧૦૬; આયા ૧૧૦ની વક વવભા. ૨૨૫૫ + , – ૪ – ૪ – ૦ અર્તન :- (બત્રીશ યોગસંગ્રહમાં “આલોચના” વિષયે દષ્ટાંત) ઉજ્જૈની નામે નગરી હતી, ત્યાં જિતશત્રુ રાજા હતો. તેને બળવાનું એવો અટ્ટણ (અર્તન) નામે મલ્લ હતો. સોપારકનગરે પૃથ્વીપતિ રાજાને સિંહગિરિ નામે મલ્લ હતો. દર વર્ષે અટ્ટનમલથી અપભ્રાજિત થઈને તેમણે માસ્પિકમલ દ્વારા અટ્ટનને હરાવ્યો. તે આ રીતે – અટ્ટનમલ પ્રતિવર્ષે વિજય મેળવતો અને સિંહગિરિ રાજા પાસેથી ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરતો હતો. તે રાજાએ વિચાર્યું કે, આ બહારથી આવીને જીતીને જાય છે તે મારી અપભ્રાજના કરે છે. તેણે માચિકમલને જોઈને તેની પરીક્ષા કરી. પછી તેનું પોષણ કર્યું. તેના દ્વારા અટ્ટનમલ પરાજય પામ્યો. અટ્ટનમલ પોતાના આવાસે આવી વિચારવા લાગ્યો કે મારે શું કરવું? તેણે તપાસ આરંભી. સૌરાષ્ટ્રમાં ભૂગકચ્છરિણી ગામે એક ખેડૂતને જોયો. એક હાથે હળ હાંકતો હતો. એક હાથે કપાસ લણતો હતો. ત્યાં ઊભા રહીને તેને જોયા કર્યો. રાત્રે તેને ત્યાંજ રહેવા માટે અટ્ટને વસતિ માંગી, તેને ત્યાં રહ્યો. પછી તે ખેડૂતની પત્નીને આશ્વાસિત કરી તેને ઉજ્જૈની લઈ ગયો. તેને સારી રીતે તૈયાર કર્યો. મલ્લયુદ્ધ શીખવ્યું. પહેલા દિવસે તે ખેડૂત કર્યાસમલ્લ અને માસ્ટિક મલ્લના યુદ્ધમાં કોઈ જીત્યું નહીં. ત્રીજે દિવસે અટ્ટનની શિક્ષા પ્રમાણે લડતા તે ખેડૂત કર્યાસમલ જીતી ગયો. સત્કાર પામ્યો. ઉજ્જૈનીએ પાંચ પ્રકારના ભોગોને પામ્યો. માસ્મિક મલ્લ મૃત્યુ પામ્યો. અહીં અટ્ટનને સ્થાને આચાર્ય જાણવા, માને સ્થાને સાધુ છે તેમ સમજવું, ગુરુના કહ્યા પ્રમાણે નિવેદન કરવું તેને આલોચના સમજવી. તેથી નિશ્ચયથી વિજયપતાકા મળે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ૧૨૭૯ + આવ ચૂર–પૃ. ૧૫ર; ઉત્તમૂ. ૧૧૧ની – ૪ – ૪ –– ૦ અનંગ :- (વેદમૂઢનું દષ્ટાંત) વેદમૂઢ અર્થાત્ અતી વેદોદયથી અનંગક્રીડા કરે છે તે. આનંદપુર નગર હતું, ત્યાં જિતારી રાજા હતો, વીશ્વસ્થા રાણી હતી. તેને અનંગ નામે પુત્ર હતો. બાળપણમાં આંખનો રોગ થવાથી નિત્ય રડતો રહેતો. કોઈ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy