SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૨૦૯ વાસણ મૂકો. એ પ્રમાણે રસોઈ તૈયાર કરો, પછી હું તમને પીરસું. તે પુરુષ હંમેશાં તેમ કરતો, રોજ રાખ કાઢવાથી તેની શ્વેત અંગુલિ થઈ જવાથી, લોકો તેને શ્વેતાંગુલિ કહેવા લાગ્યા. (૨) બકોહાયક :- કોઈ ગામમાં કોઈ પુરુષ પોતાની પત્નીના મુખદર્શન સુખમાં લંપટ હતો. તેથી તેણીની આજ્ઞામાં વર્તતો હતો. કોઈ વખતે તેની પત્નીએ કહ્યું કે, તું જે આજ્ઞા આપે, તે હું કરું જ છું. પણ લોકો ન જુએ માટે રાત્રિના છેલ્લા પ્રહરે તળાવમાંથી પાણી ભરી લાવે છે. તેના આવાગમનથી અને ઘડાના અવાજથી તળાવમાં રહેલા બગલા ઉડી જતા હતા. આ વૃત્તાંત જાણીને લોકો તેને બકોટ્ટાયક કહેવા લાગ્યા. (૩) કિંકર – કોઈ ગામમાં કોઈ પુરુષ પત્નીના સ્તન, જઘનાદિનો સ્પર્શ કરવામાં લંપટ હોવાથી પત્નીની ઇચ્છા મુજબ વર્તતો હતો. તે રોજ ઉઠીને હાથ જોડીને કહેતો કે, હું શું કરું ? તે જે-જે કામ સોંપતી તે કામ તે પુરુષ કરતો હતો, તેથી લોકો તેને કિંકર નામે બોલાવતા હતા. (૪) સ્નાયક – કોઈ ગામમાં એક પુરુષ પત્નીની આજ્ઞામાં રહેતો હતો. કોઈ દિવસે તેની પત્નીએ કહ્યું કે, હું સ્નાન કરવા ઇચ્છું છું. તેણીએ કહ્યું, આમળાને શિલા પર વાટો, ખાનની ધોતી પહેરે. તેલનો માલીશ કરો, ઘડાને હાથમાં લ્યો, પછી તળાવમાં સ્નાન કરીને જળથી ભરીને આવો. તેણે પત્નીની આજ્ઞાનું તે રીતે રોજ પાલન કરવાનું શરૂ કર્યું. લોકોએ તેને નાયક નામે બોલાવવો શરૂ કર્યો. (૫) ગૃધ્ર ઇવ રિખી :– કોઈ ગામમાં કોઈ પુરુષ પત્નીની આજ્ઞાનું પાલન કરતો હતો. એકદા તે સ્ત્રી રસોઈ કરવા બેઠી. તેણે તેણીની પાસે ભોજન માંગ્યું. તેણીએ કહ્યું, થાળી લાવો. ત્યારે તેણીએ ભોજન પીરસ્યું. તેણી બોલી – ભોજનના સ્થાને જઈને જમો. તેણે તેમ કર્યું. પછી તેણે ઓસામણ માંગ્યું. પત્ની બોલી થાળી લઈને મારી પાસે આવો. ત્યારે તે ગૃધ્ર પક્ષીની માફક ઉભડક પગે ત્યાં ગયો. એ જ પ્રમાણે તેણે તક્રાદિક ગ્રહણ કર્યા. લોકોએ આ વૃત્તાંત જાણીને તેનું નામ ગૃધ્ર ઇવ રિંખી પાડી દીધું. (૬) હદજ્ઞ – કોઈ ગામમાં પત્નીનું મુખ જોવામાં લંપટ કોઈક પુરુષ તેણીના હુકમને તાબે હતો. તેને એક પુત્ર થયો. તે પારણામાં જ રહ્યો. તે બાળક વિષ્ટા કરતો હતો. તે વિષ્ટાથી તે પારણું અને બાળકના વસ્ત્રો ખરડાતાં હતાં. ત્યારે તેણી કહેતી હતી કે, બાળકને સાફ કરો, વસ્ત્રો ધુવો. ત્યારે તેણીની આજ્ઞાનું પાલન કરવા લાગ્યો. આ રીતે તે બાળકના હદન પ્રક્ષાલન કરતો હોવાથી તેનું નામ હદજ્ઞ પાડી દીધું. આ પ્રમાણે સુલક સાધુએ કહ્યું ત્યારે સભામાં સર્વ લોકો અટ્ટહાસ્ય કરીને કહ્યું કે, હે ભુલ્લક ! આ વિષ્ણમિત્ર તો છ એ પુરુષોના ગુણોને ધારણ કરે છે. તેથી સ્ત્રી પ્રધાન એવા આની પાસે તમે કાંઈ પણ માંગશો નહીં. ત્યારે વિષ્ણમિત્ર બોલ્યો કે, હું કંઈ તે છ પુરુષો જેવો નથી, તેથી આપ મારી પાસે માંગો. ત્યારે સુલકે કહ્યું કે, મને ઘી-ગોળ સહિત સેવથી મારું પાત્ર ભરી દો. વિષ્ણુમિત્રે કહ્યું કે, ચાલો આપું. પછી તે ભુલકને સાથે લઈ પોતાને ઘેર ચાલ્યો. ઘરનું દ્વાર આવતા સુલકે કહ્યું, હું પહેલા પણ તમારે ઘેર આવેલો. તમારી પત્નીએ પ્રતિજ્ઞા કરી છે કે, તે મને ૬/૧૪
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy