SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ આગમ કથાનુયોગ-૬ આ તરફ પટ૭ સાંભળીને કેટલાંક દુર્જનોએ વિચાર કર્યો કે, આપણે રાજરાણીને જોઈ નથી. પ્રાત:કાળે રાજા અંતઃપુર સહિત ઉદ્યાનમાં આવવાનો છે. તો ઘટાટોપ વૃક્ષમાં ગુપ્ત રીતે રહીને રાણીઓને જોઈશું. એ પ્રમાણે વિચારી વિશાળ વૃક્ષોની શાળામાં તેઓ છુપાઈ ગયા. તેવામાં કોઈ પ્રકારે ઉદ્યાનપાલકે આ જાણ્યું ત્યારે તેઓને પકડીને બાંધી દીધા. તે જ વખતે કેટલાંક તૃણ અને કાષ્ઠના અર્થી લોકો ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા. ત્યાં રાજાને સ્વેચ્છાપૂર્વક રાણીઓ સાથે ક્રીડા કરતા જોયો. તેઓને પણ ઉદ્યાન રક્ષકોએ પકડીને બાંધી દીધા. ત્યારપછી ઉદ્યાનમાંથી નીકળી નગરી તરફ પાછા ફરતા તે બંને પ્રકારના લોકોને ઉદ્યાનપાલકોએ રાજાને દેખાડ્યા. બંને પ્રકારના પુરુષોનો વૃત્તાંત સાંભળ્યો. જેઓએ સૂર્યોદય ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. તે સર્વે આજ્ઞાના ભંજક હતા, તેથી તેમને મારી નાંખ્યા. ચંદ્રોદય ઉદ્યાને અચાનક આવી ચડેલાએ રાજાજ્ઞાનો ભંગ કરેલ ન હતો, તેથી તે બધાંને છોડી મૂક્યા. દષ્ટાંત ઉપનય – આધાકર્મના અધ્યવસાયવાળા તેવું ભોજન ન કરે તો પણ સૂર્યોદય ઉદ્યાનમાં પ્રવેશેલ પુરુષો માફક આજ્ઞા વિરાધક હોવાથી વિનાશ પામે છે. પરિણામથી વિશુદ્ધ એવા તેવું ભોજન કરે તો પણ આજ્ઞાના ભંજક ન હોવાથી ચંદ્રોદય ઉદ્યાનમાં પ્રવેશેલા પુરુષોની માફક મુક્ત રહે છે. ૦ આગમ સંદર્ભ :પિંડનિ. ૨૩૪ થી ૨૩૭ + ; ૦ એષણામાં ઉપયોગ વિષયે ગોવત્સનું દૃષ્ટાંત : ગુણાલય નામે નગર હતું. ત્યાં સાગરદત્ત નામે શ્રેષ્ઠી હતો. તેની શ્રીમતી નામે પત્ની હતી. તે શ્રેષ્ઠીએ મંદિરનો જિર્ણોદ્ધાર કરીને ઉત્તમોત્તમ મંદિર બનાવ્યું. તે શ્રેષ્ઠીને ગુણચંદ્ર, ગુણસેન, ગુણમૂડ અને ગુણશેખર નામે ચાર પુત્રો હતા. અનુક્રમે પ્રિયંગુલતિકા, પ્રિયંગુરુચિકર, પ્રિયંગુસુંદરી અને પ્રિયંગુસારિકા ચાર પુત્રવધૂ હતી. કેટલોક કાળ જતા શ્રેષ્ઠીની ભાર્યા મરણ પામી. શ્રેષ્ઠીએ ઘરની સર્વ સંભાળ પ્રિયંગુલતિકાને સોંપી. તે શ્રેષ્ઠીના ઘેર વાછરડા યુક્ત એવી એક ગાય હતી. ગાય બહાર ચરવા જતી, વાછરડો ઘેર જ રહેતો. તેને વહુઓ યથાયોગ્ય ચારો–પાણી આપતી. કોઈ દિવસે ગુણચંદ્ર અને પ્રિયંગુલતિકાના પુત્ર ગુણસાગરના લગ્નનો દિવસ આવ્યો. સર્વે વહુઓ વિશિષ્ટ આભરણથી વિભૂષિત થઈને સ્વ-પર મંડનાદિમાં વ્યસ્ત હતી. તેથી વાછરડો ભૂલાઈ ગયો. કોઈએ તેને ચારો–પાણી આપ્યા નહીં. મધ્યાહૂં તે શ્રેષ્ઠી વાછરડો હતો ત્યાં જઈ ચડ્યો. શ્રેષ્ઠીને આવતા જોઈને વાછરડો આરડવા લાગ્યો. ત્યારે શ્રેષ્ઠીએ જાણ્યું કે, આ વાછરડો ભૂખ્યો-તરસ્યો છે. તેથી કોપાયમાન થઈને તેણે પુત્રવધૂઓને તાડના તર્જના કરી. તેથી વહુઓ ઉતાવળે યથાયોગ્ય ચારો-પાણી લઈ વાછરડા પાસે ચાલી. તે વખતે વાછરડો દેવીની જેમ શોભતી ઉત્તમ વહુઓ કે શોભતા ઘરમાંથી કશું જોતો નથી. માત્ર પોતાના માટે લવાતા ચારા પાણીઓને જ જુએ છે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy