SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ આગમ કથાનુયોગ-૬ તેમણે ખાનારા અને પીરસનારા બધાંને પકડ્યા. તે વખતે જે પથિકો માર્ગમાં મળ્યા હતા. તેઓ તો “અમે પથિક છીએ" એમ કહ્યું તો પણ તેઓ ગોમાંસના ભક્ષણ અને પીરસવાનું કાર્ય કરનારા સર્વેને ચોરની જેમ જ દુષ્ટ માનીને પકડ્યા અને મારી નાંખ્યા. ૦ દષ્ટાંતનો ઉપનય એ છે કે આધાકર્મને પીરસનારા અથવા પાત્રને ધારણ કરનારા સર્વે પ્રતિસેવન દોષથી કર્મબંધન કરે છે. અહીં ગોમાંસ ખાનારને આધાકર્મી ખાનાર જાણવા. પીરસનારને પ્રતિસેવન કરનારા જાણવા. માર્ગના સ્થાનને મનુષ્યજન્મ જાણવો. ખગને કર્મો જાણવા અને મરણને નરકાદિ કુગતિ જાણવી. ૦ આગમ સંદર્ભ :પિંડનિ. ૧૪૧, ૧૪ર + ૬ – – – ૦ પ્રતિશ્રવણ દોષમાં રાજપુત્રનું દષ્ટાંત: ગુણ સમૃદ્ધ નગર હતું. ત્યાં મહાબલ રાજા હતો, શિલા રાણી હતી. તેમને વિજિતસમર નામે કુમાર હતો. તેણે રાજ્યગ્રહણ કરવાની ઇચ્છાથી પિતાના માટે દુષ્ટ આશયવાળો થઈને વિચાર્યું કે, મારો આ પિતા વૃદ્ધ થયો છે. તો પણ મરતો નથી. તેથી મારા સુભટોની સહાયથી તેને મારી નાંખુ. આ પ્રમાણે વિચારી સુભટો સાથે તેણે મંત્રણા કરી. તે વખતે કેટલાંક સુભટો તેમના સહાયક થયા. કેટલાંકે આ કાર્યમાં અનુમતિ આપી, તો કેટલાંક મૌન રહ્યા. જ્યારે બીજી કેટલાંકે આ વાતનો અસ્વીકાર કરીને રાજાને કહી. સમસ્ત વૃત્તાંત સાંભળીને તે રાજપુત્રને, તેના સહાયકોને, તે કાર્યમાં અનુમતિ આપનારને તથા મૌન રહેનારને – એ સર્વેને મોતને ઘાટ ઉતાર્યા. જેમણે સમસ્ત વૃત્તાંત કહી દીધો, તેમનું બહુમાન કર્યું. દૃષ્ટાંત ઉપનય – કાર્ય કરનાર, સહાયક, અનુમોદક અને મૌન રહેનારા બધાં જ પ્રતિશ્રવણના દોષી છે. અર્થાત્ આધાકર્મી વાપરનાર, વાપરવાનું કહેનાર કે મૌન રહેનાર ત્રણે પ્રતિશ્રવણના દોષી છે. ૦ આગમ સંદર્ભ :પિંડનિ ૧૪૩ + : ૦ સંવાસ દોષમાં પલ્લીનું દષ્ટાંત : વસંતપુર નામે નગર હતું. ત્યાં અરિમર્દન રાજા હતો. પ્રિયદર્શના રાણી હતી. ત્યાં ભીમા નામે પલ્લી હતી. તેમાં ભિન્ન જાતિના ચોરો રહેતા હતા. તથા વણિગુજનો પણ રહેતા હતા. તે ચોરો હંમેશા પલ્લીમાંથી નીકળી અરિમર્દન રાજાના નગરને ઉપદ્રવિત કરતા હતા. રાજાનો એવો કોઈ સામંત કે માંડલિક ન હતો. જે તેઓને જીતી શકે. કોઈ વખતે તે ભિલ્લોના ઉપદ્રવથી ઘણો જ કોપાયમાન થયેલો રાજા પોતે મોટું સૈન્ય લઈને ભિલ્લપલ્લીમાં ગયો. તે વખતે ભિલ્લો પલ્લી મૂકીને તેમની સામે યુદ્ધે ચડ્યા. રાજા પ્રબળ સૈન્યથી સહિત હોવાથી તે સર્વેને હણવા લાગ્યો. આ પ્રમાણે હણાતા કેટલાંક ત્યાંજ મરણ પામ્યા. કેટલાંક નાસી ગયા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy