SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૧૮૩ ત્યારપછી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું, જીવ કઈ રીતે વૃદ્ધિને અને કઈ રીતે હાનિને પ્રાપ્ત કરે છે ? ૦ ચંદ્રમાના દૃષ્ટાંતથી હાનિની સમજ : હે ગૌતમ ! જે રીતે કૃષ્ણ પક્ષની એકમનો ચંદ્ર પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષા વર્ણ, સૌમ્યતા, સ્નિગ્ધતા, કાંતિ, દીપ્તિ, યુક્તિ, છાયા, પ્રભા, ઓજસુ, વેશ્યા અને મંડલથી હીન હોય છે. આ જ પ્રકારે બીજનો ચંદ્ર એકમના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી – યાવત્ – મંડલથી હીન હોય છે. એ જ રીતે ત્રીજનો ચંદ્ર બીજના ચંદ્રની અપેક્ષાએ વર્ણ – યાવત્ – મંડળથી હીન હોય છે – યાવત્ – આ જ પ્રકારે અમાસનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષા એ વર્ણ – યાવત્ – મંડલથી સર્વથા નષ્ટ થાય છે. આ જ પ્રમાણે હે આયુષ્યમ– શ્રમણો! જે સાધુ-સાધ્વી પ્રવ્રુજિત થઈને શાંતિ– ક્ષમાથી હીન થાય છે. મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, સત્ય, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યથી હીન થાય છે. તે ક્રમશઃ ક્ષમાથી અધિકાધિક હીન – યાવત્ – બ્રહ્મચર્યથી અધિકાધિક હીન થતા જાય છે. આ પ્રમાણે હીન-હીનતર થતાં તેના ક્ષમા – યાવત્ બ્રહ્મચર્ય ગુણ નષ્ટ થાય છે. ૦ ચંદ્રમાના દષ્ટાંતથી વૃદ્ધિની સમજ : જે રીતે શુલપક્ષની એકમનો ચંદ્ર અમાસના ચંદ્રની અપેક્ષાએ વર્ણ – યાવત્ – મંડલથી અધિક હોય છે. પછી બીજનો ચંદ્ર એકમના ચંદ્રની અપેક્ષાએ વર્ણ – યાવત્ – મંડલથી અધિકતર હોય છે. એ જ ક્રમે વૃદ્ધિગત થતો પૂનમનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાએ પરિપૂર્ણ વર્ણ – યાવત્ – મંડલવાળો થાય છે. એ જ પ્રકારે છે આયુષ્યમાત્, શ્રમણો ! – આપણા જે સાધુ-સાધ્વી આચાર્યાદિ પાસે દીક્ષિત થઈને ક્ષમા યાવત્ બ્રહ્મચર્યથી અધિક વૃદ્ધિ પામે છે – યાવત્ – ક્ષમા – યાવત્ – બ્રહ્મચર્યથી અધિકાધિક વૃદ્ધિ પામતા જાય છે, તેઓ નિશ્ચયથી ક્ષમા આદિથી પરિપૂર્ણ થઈ જાય છે. આ પ્રમાણે જીવ હાનિ કે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૪૧; – ૪ – ૪ – ૦ દાવદ્રવનું દૃષ્ટાંત - તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા હતો. નગરની બહાર ઇશાન ખૂણામાં ગુણશીલ ચૈત્ય હતું. શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમે વિચરતા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. પર્ષદા અને રાજા શ્રેણિક નીકળ્યો. ભગવંતે ધર્મ કહ્યો. પર્ષદા અને શ્રેણિક પાછા ફર્યા. ત્યારપછી ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને પૂછ્યું, હે ભગવન્! જીવ કઈ રીતે આરાધક અને કઈ રીતે વિરાધક થાય છે ? ૦ દાવકવવૃક્ષના દૃષ્ટાંતે દેશ અને આરાધક-વિરાધકપણું : હે ગૌતમ ! જેમ એક સમુદ્રના કિનારે દાવદ્રવ નામક વૃક્ષ હતું. તે કૃષ્ણ વર્ણવાળું – યાવત્ - નિકુટંબ રૂપ છે. પત્ર, ફળ, પોતાની હરિયાળીને કારણે મનોહર અને શ્રી વડે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy